Not Set/ મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ છેલ્લા 24 કલાકમાં 920નાં મોત

મહારાષ્ટ્રમાંકોરોના વિસ્ફોટ 920 નાં મોત

India

ભારતમાં કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે.કોરોના સંક્રમણના કેસો આંશિક રીતે ઘટી રહ્યા છે પરતું અપડાઉન સામાન્ય થાય છે. કોરોના વાયરસ હાલ ઘાતક નિવડી રહ્યો છે.મહારાષ્ટ્રમાં હાલત અતિ ગંભીર છે. છેલ્લા ચાર દિવસમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા હતા પરતું આંશિક ઘટાડો હતો.છેલ્લા 24 કલાકમા્ં મહારાષ્ટ્રમાં નવા 57 હજારથી વધુ કેસો નોધાયા છે અને 920 લોકોના મોત થયા છે.

 મહારાષ્ટ્રમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે.કોરોનાના કેસો છેલ્લા 24 કલાકમાં ચાર દિવસની સરખામણીમાં વધ્યા છે. કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરનાના નવા સંક્રમણના કેસો 57640 નોંધાયા છે અને 920 લોકોના મોત કોરોનાથી થયા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 77 લોકોના મોત થયા છે અને નવા 3879 કેસો નોંધાયા છે.કેનદ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજયરાઘવને જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે જ તેની તૈયારી રાખવી પડશે.