મોટી જાહેરાત/ હરિયાણાના ગરીબ કોરોના દર્દીને 7 દિવસ સુધી 5 હજાર આપવામાં આવશે

હરિયાણા સરકારની મોટી જાહેરાત

India

ભારતમાં કોરોનાની લહેરે માઝા મુકી છે.કોરોના સંક્રમણ દે પ્રમાણે વધી રહ્યા છે તેના લીધે દેશની હાલત અતિ ઘંભીર છે.દરેક રાજ્ય કોરોના સામે લડી રહ્યો છે . હરિયાણા સરકારે ગરીબ કોરોના દર્દીઓ માટે 5 હજાર રૂપિયાની પ્રતિ દિવસ આપવાની જાહેરાત કરી છે. કોરના સામે લડવા માટે ગરીબ દર્દીઓને આર્થિક મદદ મળી રહેશે.

હરિયાણા સરકારે ગરીબ રેખા નીચે જીવતા ગરીબ પરિવારોના કોરોના દર્દીઓ માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના ગરીબ દર્દીઓને પ્રતિ દિવસ 5 હજાર રૂપિયા આપવામાં આવશે.અને આ સહાયતા 7 દિવસ સુધી આપવામાં આવશે અટલે કે ગરીબ દર્દીઓને 7 દિવસના  35 હજાર રૂપિયા મળશે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે મીડિયાને સંબોધતા આ જાહેરાત કરી હતી,મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના કોઇપણ ગરીબ દર્દી આર્થિક તંગીના લીધે મરવો ના જોઇએ.ખાનગી હોસ્પિટલોમાં ગરીબ દર્ીઓને વધારે પ્રવેશ ઉપરાંત હરિયાણાના ગરીબ કોવિડ દર્દીઓને મહત્તમ પ્રવેશ આપનારી ખાનગી હોસ્પિટલોને દરરોજ દરરોજ એક હજાર રૂપિયા સુધીની અથવા મહત્તમ રૂ .7,000 ની પ્રોત્સાહન આપવામાં આવશે.