નેટફ્લિક્સ એક પ્રીમિયમ N-પ્લસ સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સર્વિસના કારણે પોડકાસ્ટ, કસ્ટમ ટીવી શોઝ, પ્લે લિસ્ટ અને બિહાઈન્ડ ધ સીન કન્ટેન્ટના એક્સેસની ઓફર કરવામાં આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે કેટલાક યુઝરને સર્વે મોકલ્યો હતો. જેમાં તેમને જણાવાયું હતું કે કંપની કેમ આ આઈડિયાને એક્સપ્લોર કરી રહી છે અને યુઝરમાં આને લઈને કંઈ રસ છે કે નહીં તે પણ માહિતી મેળવી હતી.
પ્રોટોકોલના રિપોર્ટમાં બિઝ કારસનનું નામ સામેલ છે. જેમને નેટફ્લિક્સનું N-પ્લસ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કંપનીએ આ સર્વિસ ડિસ્ક્રાઈબ કરતા જણાવ્યું હતું કે, એક ફિચર ઓનલાઈન સ્પેસ જ્યાં પોતાની પસંદના નેટફ્લિક્સ શો વિશે વધુ માહિતી મેળવો.
મળતી માહિતી પ્રમાણે આ સર્વિસમાં પોડકાસ્ટ, યુઝર જનરેટેડ પ્લેલિસ્ટ, હાઉ-ટોસ અને બિહાઈન્ડ ધ સીન જેવા કન્ટેન્ટ મળશે. N-પ્લસ મેમ્બર શંભવતઃ કસ્ટમ પ્લેલિસ્ટ ક્રિએટ અને શેર પણ કરી શકશે. સાથે જ સર્વેમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું હતું કે કોઈપણ ટીવી શોના મ્યૂઝિક સાંભળવા અને તેને પ્લેલિસ્ટ કરી શકવા મામલે તેઓ શું વિચારે છે.
નેટફ્લિક્સ માં N-પ્લસ મેમ્બર કોઈ પણ ટીવી શોના ડેવલપમેન્ટ પર પણ ઈમ્પેક્ટ લાવી શકે છે. આ સર્વિસના કારણે મેમ્બર્સ કોઈપણ શોના પ્રી-પ્રોડક્શન વિશે માહિતી મેળવી શકશે અને શૂંટિંગ પૂર્ણ થયા પહેલા પોતાનો ફિડબેક આપીને ડેવલપમેન્ટને ઈમ્ફ્લુઅન્સ પણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે નેટફ્લિક્સ ઘણી વાર કેટલાક ફિચર્સ ટેસ્ટીંગ કરતું રહે છે. પરંતુ એ જરૂરી નથી કે તમામ ફિચર્સ બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. N-પ્લસ સાથે પણ આવું કંઈક થઈ શકે છે.
