કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી વેક્સિન પર જીએસટી લગાડ્યા બાદ કોંગ્રેસનાં મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી આક્રમક મૂડમાં આવી ગયા છે અને સરકાર પર શાંબ્દિક હુમલો કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર લખ્યું, ‘વાહ રી સરકાર! આપદામાં પણ અવસર શોધ કરી.’ આ અગાઉ કોંગ્રેસનાં નેતા અને પ્રિયંકા ગાંધીનાં ભાઈ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કડક હુમલો કર્યો હતો.
મોટા સમાચાર / હેમંત બિસ્વા સરમા બનશે આસામનાં નવા મુખ્યમંત્રી, આવતી કાલે લેશે શપથ
કોંગ્રેસનાં મહાસચિવ અને ઉત્તર પ્રદેશનાં પ્રભારી પ્રિયંકા ગાંધીએ એક તસવીર શેર કરતાં લખ્યું કે, ‘વાહ રી સરકાર! આપદામાં પણ અવસરની શોધ કરી. કેન્દ્ર સરકાર જીવન બચાવતી દવાઓ અને માસ્ક વગેરે ઉપર તો જીએસટી જ લઈ રહી નથી, પણ હવે તે રસી ઉપર પણ જીએસટી લાદી રહી છે. નાગરિકોને વિના મૂલ્યે જે વસ્તુઓ મળી રહેવી જોઈએ તેના પર ટેક્સ લેવામાં આવી રહ્યો છે. બીજી તરફ, સેન્ટ્રલ વિસ્તા અને મોદી મહેલ પર 20,000 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વિટ દ્વારા દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કડક હુમલો કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘લોકોનાં પ્રાણ જાય, પરંતુ પીએમની ટેક્સ વસૂલી નહીં!’ આ સાથે તેમણે #GST પણ લખ્યું છે. એટલે કે, તેમણે રાજ્ય સરકારો દ્વારા કોરોના વાયરસ રસી ઉપર કેન્દ્ર સરકાર પર લગાવવામાં આવતા જીએસટીનો સીધો વિરોધ કર્યો છે.
કોરોનાથી હાહાકાર / દિલ્હીમાં કોરોનાનાં કેસ વધતા લોકડાઉન વધી શકે છે, CM કેજરીવાલ આજે કરી શકે છે એલાન
ઉલ્લેખનીય છે કે, દેશ કોરોના સંક્રમણની બીજી લહેર સાથે સંઘર્ષ કરી રહ્યો છે, વળી આ કપરા સમયમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિશે વિવાદ હવે ચર્ચાનો વિષય બની ગયો છે. કેન્દ્રની મોદી સરકારને આ મુદ્દે ચારેદિશાઓથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ કડીમાં રાહુલ ગાંધીનું નામ ન જોડાય તેવુ કેવી રીતે બની શકે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતનાં ઘણા વિપક્ષી નેતાઓએ આ વિશે સવાલો ઉભા કર્યા છે. આજે ટ્વીટ કરતી વખતે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે, દેશને પીએમ આવાસ નહીં પણ શ્વાસની જરૂર છે. જો કે આ પહેલીવાર નથી કે આવા કોઇ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સરકારની ટીકા ન કરી હોય. આ પહેલા પણ રાહુલ ગાંધી સમયાંતરે સરકારની ટીકા કરતા આવ્યા છે.

