જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને અંતે ઢાર કરી દીધા છે. દક્ષિણ કાશ્મીર પોલીસનાં આઈજી વિજય કુમારે પુષ્ટિ કરી છે કે અનંતનાગ એન્કાઉન્ટરમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા છે.
રાજકારણ / દેશમાં કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ શરૂ કર્યુ #SpeakUpToSaveLives અભિયાન
Jammu and Kashmir: Encounter is underway between terrorists and security forces at Vailoo, Kokernag area of Anantnag. IGP Kashmir says three terrorists of LeT are trapped.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/Cy5Wa5lMMH
— ANI (@ANI) May 11, 2021
આપને જણાવી દઇએ કે, આ એન્કાઉન્ટર સવારે અનંતનાગનાં કોકેરનાગનાં વાલુમાં શરૂ થયો હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સંગઠન સાથે સંકળાયેલા હોવાનુ પણ સામે આવ્યુ હતુ. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. અધિકારીઓનાં મતે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને ત્યારબાદ આતંકીઓને ઘેરી લીધા હતા. જલદી સુરક્ષા દળ આતંકવાદીઓનાં છુપાયેલા સ્થળે પહોંચ્યા, ત્યારબાદ તેઓ મોટી સંખ્યામાં આગની ઝપટમાં આવી ગયા, જે પછી એન્કાઉન્ટર શરૂ થયું હતુ. આઈજીપી કાશ્મીરનાં જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબાનાં ત્રણ આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઘેરાયેલા હતા, જે હવે માર્યા ગયા છે. જણાવી દઈએ કે આ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી એન્કાઉન્ટરની આ ત્રીજી ઘટના છે. ગુરુવારે (6 મે), દક્ષિણ કાશ્મીરનાં શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર બાદ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક અન્ય આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું હતું.
Jammu Kashmir / અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીવાદીઓ વચ્ચે અથડામણ, લશ્કરનાં ત્રણ આતંકી ફસાયા
#UPDATE All three terrorists killed in Anantnag encounter: IGP Kashmir Vijay Kumar #JammuAndKashmir pic.twitter.com/u6CMeD6fP0
— ANI (@ANI) May 11, 2021
જણાવી દઇએ કે, સર્ચ ઓપરેશન દરમિયાન કુલગામ વિસ્તારમાં અલ બદર આતંકી સંગઠનનાં ચાર નવા ભરતી થયેલાનું એક ગ્રુપ ફસાઇ ગયુ હતુ. આતંકવાદીની હાજરી અંગેનાં ચોક્કસ ઇનપુટ પર કામ કરતાં પોલીસે અને સેનાએ બુધવારે રાત્રે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું, પરંતુ તેને નકારી કાઠતાં આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા હતા. જે બાદ એન્કાઉન્ટરમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યુ હતુ. મંગળવારે સાંજે ઉત્તર કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરનાં નાથીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેનાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં ઘેરાબંધી કર્યા બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો અને ત્યાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીનાં આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ જ્યાં છુપાયેલા હતા તે સ્થળે સુરક્ષા દળ પહોંચ્યા ત્યારે જ તેઓ મોટી સંખ્યામાં આગની ઝપટમાં આવી ગયા હતા, જે કારણે એન્કાઉન્ટર શરૂ થઇ ગયુ હતું.

