Not Set/ INX મીડિયા કેસ/ પી ચિદમ્બરમને SC એ આપી રાહત, 2 મહિના બાદ મળ્યા જામીન

સીબીઆઈ દ્વારા દાખલ આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમને જામીન આપ્યા છે. જો કે, પી.ચિદમ્બરમ આ કેસમાં હજુ પણ 24 ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં છે. આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કેસમાં પી.ચિદમ્બરમને એક લાખનાં અંગત બોન્ડ પર જામીન મળ્યા હતા. […]

Top Stories India

સીબીઆઈ દ્વારા દાખલ આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમને જામીન આપ્યા છે. જો કે, પી.ચિદમ્બરમ આ કેસમાં હજુ પણ 24 ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કેસમાં પી.ચિદમ્બરમને એક લાખનાં અંગત બોન્ડ પર જામીન મળ્યા હતા. આ જામીન બાદ પણ, ચિદમ્બરમ 24 ઓક્ટોબર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની કસ્ટડીમાં હોવાથી તિહાડ જેલમાં રહેશે.

પી ચિદમ્બરમની 21 ઓગષ્ટનાં રોજ ભ્રષ્ટાચારનાં કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ તાજેતરમાં જ તેમના અને અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે જેમા તેમના પુત્ર કાર્તિ અને કેટલાક અમલદારો સામેલ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ દંડનીય ગુનાઓ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના આરોપસર તેમના પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

પી ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની કસ્ટડીમાં છે. 2007 માં આઇએનએક્સ મીડિયા ગ્રુપને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) ની મંજૂરીમાં કથિત ગેરરીતિઓ હોવાનો આરોપ લગાવતાં સીબીઆઈએ 15 મે, 2017 નાં રોજ એફઆઈઆર દાખલ કરી હતી. આ પછી, ઇડીએ આ મામલે 2017 માં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. કોંગ્રેસનાં સીનીયર નેતાને 30 સપ્ટેમ્બરનાં હાઇકોર્ટનાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સીબીઆઈ દ્વારા દાખલ આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં તેમની જામીન અરજીને હાઇકોર્ટે નામંજૂર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.