અંતિમ સંસ્કાર/ પાડોશી અને સંબધી ના આવતા મુસ્લિમોએ અતિંમ સંસ્કાર કર્યા

મુસ્લિમોએ અતિંમ સંસ્કાર કર્યા

India

દેશમાં કોરોના કેસો વધી રહ્યા છે કોરોનાના લીધે લોકો મરી રહ્યા છે .કોરોના મહામારીમાં સમાજે એક સાથે ઉભા રહેવાનું હોય ત્યારે ઘણાબધા લોકો દહેશતના લીધે અંતિમ સંસ્કારમાં સામેલ થતાં નથી,એવો જ એક કિસ્સો ગાજિયાબાદ જિલ્લાના મુરાદાનગરમાં જોવા મળ્યો.એક હિંદુ વ્યક્તિને કોરોનાની સારવાર ના મળતા મોત નિપજ્યું હતુ.તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પાડોશી કે સગા-સંબધીઓ ના આવ્યા એટલે મુસ્લિમ સમાજના લોકોએ તેમનું અંતિમ સંસ્કાર કરાવ્યું હતું.

રાવલી માર્ગ પાસે રહેતા 48 વર્ષીય અશોક કશ્યપ તેના પરિવાર સાથે રહેતા હતા .તે અચાનક બિમાર થયા ,તેમને કોરોના થયો હતો ,ઘરમાં સારવાર લેતા હતા પરતું તબિયત વધારે ખરાબ થઇ જતાં ડોકટરે મોદીનગર અથવા ગાજિયાબાદની હોસ્પિટલમાં દાખલ કરવાની સૂચના આપી પરતું તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના અનેક પ્રયત્નો કર્યા પરતું તેમને દાખલ કરી શકાયા નહીં.તેમના પુત્રએ તેના પિતાના મરવાની ખબર કોલોનીમાં આપી અને સગા-સંબધીઓને આપી પરતું કોઇ અતિંમ સંસકાર્ માટે આવ્યુ નહિ .મૃતદેહને લઇને પત્ની અને પુત્ર બેસી રહ્યા હતા ત્યારે મુસ્લિમ સમાજના લોકો તેમના ઘરે આવીને મૃતદેહને સ્મશાન લઇને તેમના અંતિમ સંસ્કારની વિધિ કરાવી.