ટેલીવૂડ/ ભીષ્મ પિતામહ સહી સલામત, મોતની અફવા ફેલાતા પોતે કર્યું ખંડન

કોરોનાની પરિસ્થિતિ માં દર બીજા દિવસે કોઈને કોઈ અભિનેતાનું મોત થયું હોવાની અફવા ઊડી રહી છે. તાજેતરમાં જ રામાયણના લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીની મોતની અફવા ઉડી હતી હવે

Trending Entertainment

કોરોનાની પરિસ્થિતિ માં દર બીજા દિવસે કોઈને કોઈ અભિનેતાનું મોત થયું હોવાની અફવા ઊડી રહી છે. તાજેતરમાં જ રામાયણના લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીની મોતની અફવા ઉડી હતી હવે ફરી એક વખત મહાભારત ભીષ્મ પિતામહની ભૂમિકા નિભાવનાર દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્નાના મોતની અફવા ઉડી છે. સોશિયલ મીડિયા પર એક યુવાને લીલાવતી હોસ્પિટલમાં તેનું કથિત રૂપે નિધન થયું હોવાની પોસ્ટ મૂકી હતી એટલું જ નહીં પરંતુ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું શરૂ થયા બાદ ઘણા બધા લોકો એ શ્રદ્ધાંજલિ પાઠવવાનું શરૂ કરી દીધું હતું.

Mukesh Khanna aka 'Shaktimaan' has left his fans excited with his Instagram post; see hereબી.આર.ચોપરાની મહાભારત ભીષ્મ પિતામા ની ભૂમિકા નિભાવીને પ્રસિદ્ધ થયેલા અને પછી શક્તિમાનની  મુખ્ય ભૂમિકા નિભાવી અને અતિ લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર મુકેશ ખન્નાએ પોતાની મોતની અફવાનું ખંડન કર્યું છે.આ માટે તેમણે એક વીડિયો પોસ્ટ કરી અને તેના ચાહકોને જાણ કરી હતી કે મને અસંખ્ય ફોન આવી રહ્યા છે એ માટે મારે હવે આગળ આવવું પડ્યું છે.

“હું તમારી બધી ઇચ્છાઓથી સંપૂર્ણ સ્વસ્થ છું, હું સુરક્ષિત છું, કે મને કોઈ હોસ્પિટલમાં દાખલ કરાયો નથી, અથવા મને ખબર નથી કે આવા ભ્રામક પાયાવિહોણા ખોટા સમાચારો કોણ બનાવે છે અને તેનો ફેલાવો કરનાર લોકો કોણ છે, તેમનો હેતુ શું છે?. આ રીતે ઘણા લોકોની લાગણી સાથે રમે છે.આવા, માનસિક બીમાર લોકોની સારવાર શું હોવી જોઈએ, જે તેમના કુકર્મ બદલ તેમને સજા કઈ રીતે અને કયો કાયદો આપશે હવે તો હદ થઈ ગઈ.”