કોરોનાની પરિસ્થિતિના કારણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ્દ થયા બાદ વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આગામી મહિને જી-7 સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલયેવ એક નિવેદન જાહેર કરી મંગળવારે કહ્યું- ‘યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન તરફથી જી-7 સંમેલનમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આપેલા આમંત્રણની પ્રશંસા કરીએ છીએ. પરંતુ કોવિડ-19ની હાલની સ્થિતિને જોતા તે નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી જી-7 સંમેલનમાં વ્યક્તિગત રીતે હાજર રહેશે નહીં.’
PM Modi will not attend G7 summit in person due to prevailing COVID-19 situation: MEA
Read @ANI Story | https://t.co/IIR6DrizOP pic.twitter.com/UghXx4CzQn
— ANI Digital (@ani_digital) May 11, 2021
કોર્નવોલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજીત થવા જઈ રહેલા જી-7 સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એવુ કહેવામાં આવી રહ્યું હતું કે ક્વાડ નેતાઓ જેમ કે- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા અને પીએમ મોદી વચ્ચે જી-7 સંમેલનથી ઇતર કોર્નવોલમાં વ્યક્તિગત રીતે બેઠક યોજાશે.
While appreciating the invitation to the Prime Minister by UK Prime Minister Boris Johnson to attend the G7 Summit as a Special Invitee, given the prevailing COVID situation, it has been decided that the Prime Minister will not attend the G7 Summit in person: MEA Spokesperson pic.twitter.com/2KMqO1Bnym
— ANI (@ANI) May 11, 2021
આ પહેલા ચારેય નેતાઓ વચ્ચે 12 માર્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી, જે ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક હતી. જી-7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યૂનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે.

