ક્રિકેટ એક એવી રમત છે કે જેમા હંમેશા રોમાંચ જોવા મળે છે. ત્યારે ઘણી વાર દર્શકોને એવી મેચ પણ જોવા મળી જાય કે જેને તે ક્યારે ન ભૂલી શકે. તેવી જ એક મેચ ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી. અહી ઘરેલુ ક્રિકેટનાં મુકાબલા રોમાંચથી ભરેલા હોય છે. આ વાત સોમવારે વિક્ટોરિયા અને તસ્માનિયા વચ્ચેની મેચને જોતા સાબિત થઈ હતી.

માર્શ કપની આ મેચ સાહસની હદ વટાવી ગઈ છે. તસ્માનિયાની ટીમ સરળ જીત તરફ આગળ વધી રહી હતી, પરંતુ અચાનક આખી રમત જ પલટાઈ ગઈ. તસ્માનિયાએ 12 રનનાં જ ગાળામાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તે 172/4 નાં સ્કોર પર હતી અને તે 184 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તે પર્થમાં વિક્ટોરિયા સામે માત્ર 1 રનથી હારી ગઈ હતી.

જ્યારે તસ્માનિયાની ટીમ વિજયથી માત્ર 14 રન દૂર હતી ત્યારે વિક્ટોરિયાની જેક્સન કોલમેને 40 મી ઓવરમાં મેચને આકર્ષક બનાવી દીધી હતી. તેણે આ ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. ત્યારબાદની ઓવરમાં ક્રિસ ટ્રેમેન આવ્યો અને તેણે ઇનિંગની 41 મી ઓવરમાં વધુ બે વિકેટ મેળવી હતી. તસ્માનિયાનાં ઓલઆઉટ થવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
https://twitter.com/cricketcomau/status/1176102524908032003
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તસ્માનિયાની વિકેટ પડી હોવાનો વીડિયો શેર કર્યો છે. તેણે એમ પણ લખ્યું કે, ‘તસ્માનિયાને 11 ઓવરમાં પાંચ રન જરૂર હતા, અને તેમની પાંચ વિકેટ બાકી હતી ત્યારબાદ ટીમની ઉપરા ઉપરી પાંચ વિકેટ પડી હતી.
https://twitter.com/VicStateCricket/status/1176062644458946560
મેચમાં ક્રિસ ટ્રેમેન અને જેક્સન કોલમેને ચાર-ચાર વિકેટ ઝડપી હતી. બેન મેક્ડરમોટ સિવાય કોઈ પણ તસ્માનિયન બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો. 6 બેટ્સમેન તો બેવડી સંખ્યામાં સ્કોર પણ કરી શક્યા ન હતો. બીજી તરફ, વિક્ટોરિયા માટે, વિલ સદરલેન્ડે તેની પહેલી અડધી સદી ફટકારી હતી અને ટીમનો સ્કોર 150 રન સુધી પહોંચાડ્યો હતો. એક સમયે 133 રનમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ વિક્ટોરિયાની ટીમે પણ સંઘર્ષ કર્યો હતો. ત્યારબાદ વિલે ત્રણ છક્કા ફટકારી મેચને પોતના નામે કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
