BCCI ઈંગ્લેન્ડ ટૂર પર જતા તમામ ખેલાડીઓ અને સભ્યો માટે ઘરે જ કોવિડ-19 આરટી-પીસીઆર ટેસ્ટ કરશે. બીસીસીઆઈનાં મેનેજર આ ટેસ્ટ તમામ ખેલાડીઓનાં ઘરે કરાવશે. ખેલાડીઓ ઉપરાંત તેમના પરિવારનાં સભ્યોનો પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામા આવશે.
ક્રિકેટ / શ્રીલંકા ટૂર પર નહી જઇ શકે આ તોફાની બેટ્સમેન
આપને જણાવી દઇએ કે, આ ટેસ્ટ આગામી કેટલાક દિવસોમાં કરવામા આવે તેવી સંભાવના છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડનાં સાઉથૈમ્પ્ટનમાં યોજાવાની છે. આ પછી ભારત ઈંગ્લેન્ડ સામે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે. એક અહેવાલ મુજબ, બીસીસીઆઈ હજી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા યુકે સરકારનાં આરોગ્ય મંત્રાલયની સલાહની રાહ જોઈ રહ્યું છે. આ સાથે, બોર્ડે નિર્ણય લીધો છે કે તે 14 દિવસ સુધી ખેલાડીઓની ક્વોરેન્ટીન કરશે. આ ક્વોરેન્ટીન મુંબઈમાં હશે. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક પ્લેયર્સને એક અઠવાડિયાની ક્વોરેન્ટીનથી મુક્તિ મળશે. પરંતુ આ સમય દરમિયાન તેઓ ઘરની બહાર જઇ શકશે નહીં. આ ક્વોરેન્ટીન 18 થી 19 મેની આસપાસ શરૂ થશે, જેથી સમયગાળો ઈંગ્લેંડ જતા પહેલા પૂર્ણ થાય. જણાવી દઇએ કે, 2 જૂને ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર જતા ખેલાડીઓ અને તેના સભ્યો માટેનાં ક્વોરેન્ટીન સમયગાળા પહેલા ત્રણ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. આ પછી, તેઓ આઈસોલેશનમાં આવ્યા પછી તેમનો સતત ટેસ્ટ કરવામાં આવશે. આઈપીએલ 2021 દરમિયાન બાયો બબલ હોવા છતાં કોરોનાનાં કેસ બહાર આવ્યા બાદ બીસીસીઆઈએ આઈસોલેશનનો નિયમ કડક બનાવ્યો છે. ઇંગ્લેન્ડની મુલાકાતે જઇ રહેલા 90 ટકા ખેલાડીઓએ કોરાનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. બીજો ડોઝ બ્રિટનમાં લેવામાં આવશે.
ક્રિકેટ / હસીનું ઓસ્ટ્રેલિયા પરત ફરવાની આશા પર ફેરવાયુ પાણી, બીજો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, સોમવારનાં રોજ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ કોરોનાની વેક્સિન લેતો એક ફોટો શેર કર્યો હતો. જે બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તેણે કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આ સાથે વિરાટ કોહલીએ તેના ચાહકોને વિનંતી કરી છે કે જલ્દીથી આ રસી લઇ લે. કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેની રસી લેતી એક તસવીર પોસ્ટ શેર કરી છે. વિરાટ કોહલીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે તમે જલદીથી રસી લઇ લો. સુરક્ષિત રહો. આ પહેલા વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ કોવિડ-19 રોગચાળાની બીજી લહેર દ્વારા સર્જાયેલા સંકટને પહોંચી વળવા લોકોને મદદ કરવા માટે ભંડોળ ઉભું કરવાની ઝુંબેશ શરૂ કરી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડીએ અભિયાન માટે ક્રાઉડ ફંડિગ પ્લેટફોર્મ કેટો સાથે જોડાણ કર્યું છે અને પહેલ માટે 2 કરોડનું દાન આપ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંનો કેપ્ટન વિરાટ કોહલી થોડા દિવસો પહેલા આઈપીએલમાં રમી રહ્યો હતો, પરંતુ બાયો બબલની અંદર આવી ગયેલા કોવિડ-19 કેસોને કારણે આઇપીએલ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવેલ છે.

