Not Set/ કોરોના વાયરસ એક પ્રાણી છે તેને જીવવાનો અધિકાર છે -ઉત્તરાખંડ પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત

કોરોના વાયરસ એ પ્રાણી છે તેવું નિવેદન પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે આપ્યું

India

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતું કે કોરોના વાયરસ એક પ્રાણી છે તેને પણ જીવવાનો અધિકાર છે.આપણે તેની પાછળ પડી રહ્યા છે તેના લીધે તે પણ વારંવાર વેશ બદલી રહ્યો છે. કોરોના વાયરસને લઇને પૂર્વ મુખ્યમંત્રીએ દાર્શનિક શૈલીમાં આ નિવેદન આપ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં ત્રિવેન્દ્ર સિંહ કહી રહ્યા છે દાર્શનિક શૈલીમાં આ વાત કરી રહ્યો છું. વાયરસ એક પ્રાણી છે અને આપણે પણ.આપણે આપણી જાતને વધુ બુદ્વિશાળી માનીએ છે પરતું પ્રાણી જીવવા માંગે છે,તેને પણ અધિકાર છે.આપણે એની પાછળ પડી ગયા છે. તે બચવા માંગે છે ,તે વેશ બદલી રહ્યો છે .જેના લીધે આપણે વાયરસથી દૂરી બનાવી રાખવી જોઇએ.તે પણ ચાલતો રહે છે અને આપણે પણ ચાલતાં રહીએ છીએ.પરતું આપણે તેનાથી ઝડપથી ચાલવું પડશે કે તે પાછળ રહી જાય.તે પણ એક જીવ છે તે પોતાના જીવનને બચાવવા માટે વેશ બદલૂ રહ્યો છે.પૂર્વ મુખ્યમંત્રીનો આ નિવેદન ફેસબુક,વોટસઅપ,પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ નિવેદનની ખુબ ટીકા થઇ પરતું તેમના સમર્થકો કહે છે કે પૂર્વ મુખ્યમંત્રીએ લોકોને કોરોના વાયરસથી બચવા માટે  ચેતવણી આપી છે