હિંસા/ ઇઝરાયલના અનેક શહેરોમાં યહુદીઓ અને અરબો વચ્ચે હિંસા

ઇઝરાયલમાં તોફાનો શરૂ થયા

Top Stories

અલ-અક્સા મસ્જિદના કંપાઉન્ડમાં  ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલુ છે ત્યારે હવે ઇઝરાયલ માટે બે મોર્ચે લડવાનું થઇ ગયું છે. એક બાજુ હમાસ દ્વારા ઇઝરાયલ શહેરો પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે.ઇઝરાયલ પણ વળતો હુમલો કરીને એરસ્ટ્રાઇક કરી રહ્યું છે .બન્ને બાજુથી ભીષણ સંઘર્ષ ચાલી રહ્યું છે.પરતું હવે ઇઝરાયલમાં ઘણાબધા શહેરોમાં અરબ અને યહુદીઓ વચ્ચે હિંસા ભડકી ઉઠી છે.

ઇઝરાયલ શહેરોમાં યહુદીઓ અને અરબો વચ્ચે તોફાનો શરૂ થઇ ગયા છે.આ દરમિયાન બૈટ યમ,અકર,તમરા,અને લોડમાં યહુદીયોએ અરબ સમુદાયના લોકોની કાર અને દુકાનો સળગાવી નાંખી છે ત્યારે અરબ નાગરિકોએ યહુદીઓના ઓફિસો,હોટલો અને વાહનો ફૂંકી માર્યા હતા.બૈટ ટમમાં યહુદીઓના ટોળાએ એક અરબને લાત મારીને મારી નાંખ્યો હતો તેથી પરિસ્થિતિ વધારે વણસી હતી.

આ ઘટના મામલે પોલીસે 374 તોફાનીઓની ધરપકડ કરી છે.ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ દેશમાં ફેલાયેલી હિંસા મામલે આપાતકાલીન બેઠક બોલાવી છે.અને જરૂર પડે તો પોલીસને કફર્યુ  લગાડવાનો અધિકાર આપ્યો છે.તેમણે જણાવ્યું હતું કે અંદર બહારના શત્રુ સામે લડવા પુરી તાકાત લગાવી દઇશું