Not Set/ દિવાળી પહેલા ભારતને મળી મોટી જીત, ઈરાન પાસેથી તેલ ખરીદવા અંગે અમરિકાએ આપી લીલી ઝંડી

વોશિંગ્ટન, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તનાવ બાદ ટ્રમ્પ સરકાર ભારત સહિતના અનેક દેશો પર તેલ ખરીદવા અંગે પ્રતિબંધ લગાવી દીધો હતો. ટ્રમ્પ સરકારના આ નિર્ણય સામે ભારત સહિત ઘણા દેશોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે હવે ઈરાન પાસેથી તેલ ખરીદવું કે નહિ તે અંગે ટ્રમ્પ પ્રશાસન દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. […]

Top Stories India Trending

વોશિંગ્ટન,

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તનાવ બાદ ટ્રમ્પ સરકાર ભારત સહિતના અનેક દેશો પર તેલ ખરીદવા અંગે પ્રતિબંધ લગાવી દીધો હતો. ટ્રમ્પ સરકારના આ નિર્ણય સામે ભારત સહિત ઘણા દેશોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે હવે ઈરાન પાસેથી તેલ ખરીદવું કે નહિ તે અંગે ટ્રમ્પ પ્રશાસન દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ સોમવારે કહ્યું હતું કે, “ઈરાન પર લાગુ કરાયેલા અમેરિકાના પ્રતિબંધ સખ્તીથી લાગુ કરવામાં આવશે, પરંતુ ભારત સહિત આઠ દેશોને અસ્થાયીરૂપે તેલ ખરીદવા માટે છૂટ આપી છે.

ભારત સહિતના ૮ દેશોમાં ચીન, ઇટલી, યુનાન, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન અને તુર્કીનો સમાવેશ થાય છે.

અસ્થાયીરૂપે આપવામાં આવી તેલ ખરીદવાની છૂટ

માઈક પોમ્પિયોએ જણાવ્યું હતું કે, “અમારા દ્વારા ખાસ પરિસ્થિતિઓને જોઇને તેમજ બજારમાં તેલની જરૂરી માત્રાને સુનિશ્ચિત કરવા માટે કેટલાક ગણ્યાગાંઠ્યા દેશોને ઈરાનમાંથી તેલ આયાત કરવાની છૂટ અપાઈ છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા ઈરાન વિરુધ અત્યારસુધીના સખ્ત પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. અમેરિકાએ ઈરાન પર બેન્કિંગ અને પેટ્રોલિયમ ક્ષેત્ર પર પ્રતિબંધ મુક્યો છે.

આ પ્રતિબંધ હેઠળ ઈરાન પાસેથી તેલ ખરીદનારા યુરોપ, એશિયા અને અન્ય તમામ દેશો તેમજ કંપનીઓ પર પણ કાર્યવાહી કરવાનું પ્રાવધાન છે.

ઈરાન પર લાગુ રહેશે પ્રતિબંધ

આ સાથે અમેરિકી વિદેશ મંત્રીએ સંકલ્પ જતાવ્યો છે કે, ઈરાન પર દબાણ બનાવવા માટે યુએસ જરુરી તમામ પ્રયાસ કરતુ રહેશે.

ભારત સહિતના ૮ દેશોને છૂટ આપવા અંગે તેઓએ કહ્યું, “આ દેશો દ્વારા પહેલાથી જ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ઓછું કરી દીધું હતું.

ભારત ઈરાન પાસેથી તેલ ખરીદનારો છે સૌથી મોટો આયાતકાર દેશ

મહત્વનું છે કે, ભારત અને ચીન ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ આયાત કરનારા સૌથી મોટા આયાતકાર છે. ભારત પોતાની કુલ જરૂરિયાતનું ૮૦ ટકા ક્રુડ ઓઈલ આયાત કરે છે.