Not Set/ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં NOTA એ ભાજપની ગેમ કરી, પાંચ રાજ્યોમાં 10 લાખ નોટા પડ્યા

અમદાવાદ: પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોથી નારાજ એવા મતદારોએ કોઈ પણ પક્ષને મત ન આપીને NOTA (નોટા) નું બટન દબાવ્યું હતું. જેના કારણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપે સત્તાથી દૂર થવાનો વારો આવ્યો છે. આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં 10 લાખથી વધુ મતદારોએ NOTA નું બટન દબાવ્યું હતું. જેમાં સૌથી વધુ NOTA […]

Top Stories India Trending Politics
In Madhya Pradesh and Rajasthan, the NOTA made the game of BJP

અમદાવાદ: પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોથી નારાજ એવા મતદારોએ કોઈ પણ પક્ષને મત ન આપીને NOTA (નોટા) નું બટન દબાવ્યું હતું. જેના કારણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપે સત્તાથી દૂર થવાનો વારો આવ્યો છે. આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં 10 લાખથી વધુ મતદારોએ NOTA નું બટન દબાવ્યું હતું. જેમાં સૌથી વધુ NOTA ના મત રાજસ્થાન અને ત્યાર બાદ બીજા ક્રમે મધ્ય પ્રદેશમાં ‘નોટા’ ના મત પડ્યા છે.

તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મતદાતાઓએ કોઇ પણ પાર્ટીને મત ન આપીને NOTA નું બટન દબાવ્યું છે. મતદારોની રાજકીય પક્ષો સામેની આવી નારાજગીથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતોનું જેટલું અંતર છે તેના કરતા વધુ મત NOTAમાં નાંખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

ચૂંટણી કમિશનના સૂત્રોના જણાવ્યા મુજબ સાંજે ચાર વાગ્યા સુધીમાં હાથ ધરાયેલી મતગણતરી અંગેની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં 1.5 ટકા મત, છત્તીસગઢમાં 2.2 ટકા મત, રાજસ્થાનમાં 1.3 ટકા મત, તેલંગાણામાં 1.1 ટકા મત અને મિઝોરમમાં 0.5 ટકા મત નોટામાં ગયા છે.

ચૂંટણી કમિશનના સૂત્રોના જણાવ્યા મુજબ મતોની ગણતરી અનુસાર આ મતોની સંખ્યા જોવા જઇએ તો મધ્યપ્રદેશમાં ત્રણ લાખથી વધુ, છત્તીસગઢમાં આશરે 1.30 લાખ, રાજસ્થાનમાં ચાર લાખથી વધુ, તેલંગાણામાં 1.88 લાખથી વધુ અને મિઝોરમમાં 2917 વોટ NOTA ના ફાળે ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસને સાંજે ચાર વાગ્યા સુધીમાં ગણવામાં આવેલા મતનું અંતર NOTA હેઠળ આવતા મત કરતા પણ ઓછો છે. આના ઉપરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે લાખોની સંખ્યામાં મતદાતાઓએ ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોઇને પણ મત નથી આપ્યો. ચૂંટણી વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીથી નારાજ મતદાતાઓએ NOTAના પક્ષમાં મત આપ્યા છે.