કોરોના કાળમાં સરકાર દ્વારા લોકોને રસી લગાવવાની અપીલ માટે છેલ્લા એક વર્ષથી કોલર ટ્યુનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આરટીઓથી લોકો કંટાળી ચુક્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટે પણ આ ટ્યુન મામલે સરકારને આડે હાથ લીધી હતી.લોકોને રસી લગાવવાની અપીલ કરતી કેન્દ્ર સરકારની ડાયલર ટ્યૂનની આલોચના કરતા દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારે કહ્યું કે, અમને ખ્યાલ નથી કે કેટલા દિવસથી આ પરેશાન કરનાર સંદેશ વગાડવામાં આવી રહ્યો છે અને લોકોને રસી લેવાનું કહેવામાં આવે છે, જ્યારે પૂરતી માત્રામાં વેક્સિન ઉપલબ્ધ નથી. મહેરબાની કરી અન્ય ડાયલર ટ્યૂન તૈયાર કરો. જ્યારે લોકો દર વખતે અલગ-અલગ સંદેશ સાંભળશે તો લગભગ તેની મદદ થઈ જશે. કોર્ટે કહ્યું કે ટીવી પ્રેઝન્ટેર, નિર્માતાઓ પાસે લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ બનાવો, અમિતાભ બચ્ચન જેવા લોકપ્રિય લોકોને તેમા મદદ કરવાનું કહ્યું છે.

હાઇકોર્ટમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ વિપિન સાંધી ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠે કહ્યુ- જ્યારે લોકો કોલ કરે છે તો, અમને નથી ખ્યાલ કે તમે કેટલા દિવસથી એક પરેશાન કરનાર સંદેશ સાંભળી રહ્યાં છો કે લોકોએ રસી લગાવવી જોઈએ, જ્યારે તમારી પાસે પૂરતી રસી નથી. તેમણે કહ્યું-તમે લોકોનું રસીકરણ કરી રહ્યાં નથી, પરંતુ છતાં તમે કહી રહ્યાં છો કે રસી લગાવડાવો. કોણ રસી લગાવે, જ્યારે રસી જ હાજર નથી. આ સંદેશનો અર્થ શું છે ?

સરકારે આ વાતોમાં નવું વિચારવાની જરૂર છે. આ ટિપ્પણી કરતા પીઠે કહ્યું, તમારે આ બધાનું ધ્યાન આપવું જોઈએ. જો તમે પૈસા લેવાના છો, ત્યારે પણ આ આપો. બાળકો પણ આ કહી રહ્યાં છે. કોર્ટે કહ્યું કે, સરકારે હંમેશા એક સંદેશ વગાડવાની જગ્યાએ અલગ-અલગ સંદેશ તૈયાર કરવા જોઈએ. અદાલતે કહ્યું, જ્યાં સુધી આ ટેપ ખરાબ ન થાય, તમે તેને આગામી 10 વર્ષ સુધી વગાડતા રહેશો. પીઠે કહ્યું કે રાજ્ય કે કેન્દ્રની સરકારોએ પાયાના સ્તર પર સ્થિતિ પ્રમાણે કામ કરવુ પડશે.

