કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ વાયસરના કારણે દરરોજ અનેકો લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસથી લઈને મોટી-મોટી હસ્તીઓ પણ આ જીવલેણ વાયરસના કારણે જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક કોંગ્રેસના નેતાનો કોરોનાએ ભોગ લીધો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાને લીધે નિધન થયું છે. આ વિશે કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી માહિતી આપી છે. રાજીવ સાતવના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેના મતે સાતવ સાઇટોમેગલોવાયરસથી સંક્રમિત થઇ ગયા હતા. તેમને પૂનાની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્ય સુધરતાં વેન્ટિલેટર હટાવાયું હતું. 23 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 એપ્રિલ સુધી તેમની સ્થિતિ બરાબર હતી. જે બાદ થોડા કોમ્પલિકેશનના કારણે તેમણે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જે બાદ તબિયત સ્થિર થતાં વેન્ટિલેટર હટાવાયું હતું.
રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી કહ્યું કે, નિશબ્દ! આજે એક એવા સાથે ગુમાવ્યા જેને સાર્વજનિક જીવનનું પહેલું પગલું યુવા કોંગ્રેસમાં મારી સાથે ભર્યું અને આજ સુધી સાથે ચાલ્યા પણ આજે….. રાજીવ સાતવની સાદગી,બેબાક હસી,જમીન સાથે જોડાણ, નેત્રત્વ અને પાર્ટીથી નિષ્ઠા અને દોસ્તી સદા યાદ આવશે. અલવિદા મેરે દોસ્ત! જ્યાં રહો ચમકતા રહો!!!
निशब्द !
आज एक ऐसा साथी खो दिया जिसने सार्वजनिक जीवन का पहला कदम युवा कांग्रेस में मेरे साथ रखा और आज तक साथ चले पर आज…
राजीव सातव की सादगी, बेबाक़ मुस्कराहट, ज़मीनी जुड़ाव, नेत्रत्व और पार्टी से निष्ठा और दोस्ती सदा याद आयेंगी।
अलविदा मेरे दोस्त !
जहाँ रहो, चमकते रहो !!! pic.twitter.com/5N94NggcHu
— Randeep Singh Surjewala (@rssurjewala) May 16, 2021
આપને જણાવી દઈએ કે, રાજીવ સાતવ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સભ્ય હતા. અગાઉ તેઓ લોકસભાના સાંસદ હતા. જણાવી દઇએ કે તેઓ ૨2014ની ચૂંટણીમાં મહારાષ્ટ્રના હિંગોલીથી ચૂંટાયા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ફોર્સની ટીમને પણ કન્સલ્ટ કરવામાં આવી હતી.

