Not Set/ ઉત્તર ભારતમાં પણ વાવાઝોડાની અસર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ પણ એલર્ટ મોડ પર

કોરોના સંકટની વચ્ચે ચક્રવાતી તોફાન તાઉતે  આફત બનીને ઉભુ છે, ગોવામાં આ તોફાને તબાહી મચાવ્યા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત એલર્ટ મોડ પર છે. આજે મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ ખૂબ તબાહી સર્જી છે મહાનગરી મુંબઈમાં છેલ્લા 12 કલાકથી વરસાદ પડી રહ્યો છે અને કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે તો કેટલાક વિસ્તારોમાં મકાનની દિવાલો ધરાશાયી […]

Top Stories India

કોરોના સંકટની વચ્ચે ચક્રવાતી તોફાન તાઉતે  આફત બનીને ઉભુ છે, ગોવામાં આ તોફાને તબાહી મચાવ્યા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત એલર્ટ મોડ પર છે. આજે મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ ખૂબ તબાહી સર્જી છે

મહાનગરી મુંબઈમાં છેલ્લા 12 કલાકથી વરસાદ પડી રહ્યો છે અને કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે તો કેટલાક વિસ્તારોમાં મકાનની દિવાલો ધરાશાયી થયાના દ્રશ્યો જોવા મળ્યા છે. સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

તાઉતે વાવાઝોડાની અસર હવે ઉત્તર ભારતમાં પણ દેખાવા લાગી છે. મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આજે ભારે પવનની સાથે વરસાદ પડ્યો છે, ઉજ્જૈન, હોશંગાબાદ, ભોપાલ, રાયસેન, શહડોલ, મંદસૌર, કટની, ગુના, રતલામ, મંડલા, છતરપુર અને ખંડવાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભોપાલ હવામાન વિભાગે ઉજ્જૈન, ઇંદોર, ભોપાલ, જબલપુર, સાગર, હોશંગાબાદ અને ગ્વાલિયર સહિતના વિસ્તારમાં 18 મે સુધી વરસાદની આગાહી કરી છે.

ઉત્તરાખંડમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 18 મે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. દહેરાદૂન, ઉત્તરકાશી, ચમોલી અને રુદ્રપ્રયાગ માટે આ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ વાવાઝોડાની અસર હાલ દિલ્લીના વાતાવરણ પર પણ જોવા મળી રહી છે.