તૌકતે વાવાઝોડાની અસર સુરત જિલ્લામાં જોવા મળી છે. ઠેર ઠેર અસંખ્ય વૃક્ષ ધરાશય થયા છે. જ્યારે મકાનોના પતરા ઉડતા લોકોએ નુકશાન વેઠવાની નોબત આવી છે. ભારે પવન સાથે પડેલ વરસાદને લઈ પલસાણા તાલુકાનાં ચલથાણ વિસ્તારમાં વીજપોલ અને વૃક્ષો ધરાશય થયા છે.
તૌકતે વાવાઝોડાની અસર સુરત જિલ્લામાં જોવા મળી હતી આ તૌકતે વાવાઝોડાને લઇ સમગ્ર પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સુરત જિલ્લામાં ઝરમરીયો કમોસમી વરસાદની સાથે જોરદાર પવન ફુંકાતો રહ્યો હતો જેના પગલે જિલ્લામાં ઠેર ઠેર તોતિંગ વૃક્ષો ધરાશય થયા હોવાની ઘટના બનવા પામી હતી. ત્યારે પલસાણા તાલુકાનાં ચલથાણ વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે પડેલ વરસાદને લઈ તોતિંગ વૃક્ષો તેમજ વીજપોલ ધરાશય થયા હોવાનું જાણવા મળે છે. તો બીજી તરફ સોમવારની રાત્રિથી જ વિસ્તારમાં વીજળીડૂલ થઈ હતી
