RMC/ જનરલ બોર્ડ શરૂ : અનોખા દ્રશ્યો જોવા મળ્યા,કોંગી કોર્પોરેટરો માસ્ક પર ખાસ પ્રકારના સ્ટીકર લગાવીને આવ્યા

કોરોના કાળ અંતર્ગત તાઉતે વાવાઝોડાની તબાહી બાદ આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ શરૂ થઇ છે. આજે જનરલ બોર્ડમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરોએ અનોખો વિરોધ

Top Stories Gujarat Rajkot

ધ્રુવ કુંડેલ @મંતવ્ય ન્યૂઝ, રાજકોટ

કોરોના કાળ અંતર્ગત તાઉતે વાવાઝોડાની તબાહી બાદ આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ શરૂ થઇ છે. આજે જનરલ બોર્ડમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરોએ અનોખો વિરોધ કર્યો હતો.કોંગ્રેસના કોર્પોરેટરો માસ્ક પર ખાસ પ્રકારના સ્ટીકર લગાવીને આવ્યા હતા, જેના કારણે સૌનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું.આ ઉપરાંત જનરલ બોર્ડમાં વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને ડો.પ્રદીપ ડવ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું છે.જ્યારે ઉદીત અગ્રવાલ સાથે પણ સાગઠીયાની દલીલબાજી એ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું.

કોંગ્રેસના કોર્પોરેટરો માસ્ક પર ખાસ પ્રકારના સ્ટીકર લગાવીને આવ્યા 

અત્યાર સુધી કોરોનાથી મૃત્યુના મામલે સત્તાપક્ષ અને વિપક્ષ સામ-સામે દલીલબાજી કરતા જોવા મળ્યા છે ત્યારે ફરી એક વખત વિપક્ષે સતાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષના કોર્પોરેટરો એ કોરોનાથી થયેલ મૃત્યુના સાચા આંકડા આપો તેમજ માસ્કના દંડ સામે વિરોધ વ્યક્ત કરતા લખાણો વાળા સ્ટિકર લગાવ્યા હતા.

કોણ કોની સામે

વશરામભાઈ સાગઠીયા કમિશનર ઉદિત અગ્રવાલ તેમજ મેયર પ્રદીપ ડવ સાથે બાખડી પડયા આ ઉપરાંત કમિશનર ઉદિત અગ્રવાલ અને વશરામભાઈ સાગઠીયા પણ સામે આવી ગયા હતા. વશરામભાઈ સાગઠીયા દ્વારા રાજકોટમાં રોજ કેટલું પાણી અપાય છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં બંનેને ઉગ્ર બોલાચાલી થઇ હતી.વિરોધ પક્ષના નેતા તેમજ વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા તેમજ મેયર ડોક્ટર પ્રદીપ ડવ વચ્ચે શાબ્દિક બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

મનપાના અધિકારીઓ એ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

આજે નિર્ધારિત સમય પ્રમાણે રાજકોટ  મનપાની જનરલ બોર્ડ શરૂ થઈ હતી.કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ જોઇ સૌ કોઇ સ્તબ્ધ થઈ ગયા હતા.એક બાજુ સોશ્યલ ડિસ્ટન્સ બીજી બાજુ સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.કોર્પોરેટરો સોશ્યલ ડિસ્ટન્સમાં દેખાયા પણ રાજકોટ મનપાના અધિકારીઓ એ સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવ્યા હતા.કોરોના જન જાગૃતિ કરનાર અધિકારીઓ  ભાન ભૂલ્યા હોય તેવું નજરે પડી રહ્યું હતું.

સોશ્યલ ડિસ્ટન્સનું ભાન કરાવનાર અધિકારીઓ ભૂલ્યા ભાન

નગર સેવકો સોશ્યલ ડિસ્ટન્સમાં દેખાયા હતા.જ્યારે ભણેલ ગણેલ અધિકારીઓ એ સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડ્યા હોય ઉપસ્થિત સભ્યોમાં આશ્ચર્ય નો પાર રહ્યો ન હતો.આ ઉપરાંત જનરલ બોર્ડમાં વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને ડો.પ્રદીપ ડવ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું છે.