Not Set/ આ રોકસ્ટારના ફક્ત 6 વાળની લાખો રૂપિયામાં કરાઈ હરાજી

અમેરિકાના રોકસ્ટાર સિંગર કર્ટ કોબેનએ ભલે વર્ષ 1994 માં વિશ્વને અલવિદા કહી દીધું હોય, પરંતુ તે હજી પણ તેના ચાહકોના હૃદયમાં જીવંત છે. કર્ટના ચાહકો હંમેશા તેમની સાથે સંકળાયેલા રહ્યા છે,

Entertainment

અમેરિકાના રોકસ્ટાર સિંગર કર્ટ કોબેનએ ભલે વર્ષ 1994 માં વિશ્વને અલવિદા કહી દીધું હોય, પરંતુ તે હજી પણ તેના ચાહકોના હૃદયમાં જીવંત છે. કર્ટના ચાહકો હંમેશા તેમની સાથે સંકળાયેલા રહ્યા છે, આ માટે, તેના સમાનની પણ હરાજી કરવામાં આવી રહી છે. અને લોકો આ હરાજીમાં ભાગ લઈ રહ્યા છે. આ સિંગરની લોકપ્રિયતા એ છે કે તાજેતરમાં જ કર્ટ કોબેનના ફક્ત 6 વાળની ​​હરાજી કરવામાં આવી હતી, જેમાં લોકોએ પણ વધુ બોલી લગાવી હતી. અને માત્ર 6 વાળ માટે તેના ચાહકો લાખો રૂપિયાની આપવા માટે તૈયાર હતા.

તાજેતરમાં, જ ​​આઇકોનિક હરાજીમાં તેના 6 વાળની 14145 ડોલર એટલે કે લગભગ 10 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. આ વાળ ઘણા વર્ષોથી પ્લાસ્ટિકમાં રાખવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, કર્ટને નિર્વાણાનો પહેલો આલ્બમ રિલીઝ થયાના ચાર મહિના પછી હેરકટ કરાવ્યા હતા. તેનો આલ્બમ સુપરહિટ સાબિત થયો અને કર્ટ રાતોરાત સ્ટાર બન્યો. ત્યારથી તેની સાથે સંબંધિત દરેક વસ્તુને બ્રાન્ડ તરીકે જોવામાં આવી રહી હતી. કર્ટની હેરકટ તેની મિત્ર ટેસા ઓસ્બોર્ન દ્વારા ઓક્ટોબર 1989 માં ઇંગ્લેન્ડમાં કરવામાં આવી હતી.

kurt cobain

આ પણ વાંચો :લગ્નના સમાચાર પર ગીતા કપૂરનું સામે આવ્યું રિએકશન, સિંદૂરવાળા ફોટા પર કહ્યું….

આ પહેલા જૂન 2020 માં તેનું પ્રખ્યાત ગિટારની પણ હરાજી કરવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેના ગિટારની હરાજી 1-2 મિલિયન ડોલરમાં કરવામાં આવશે, પરંતુ આ ગિટારની હરાજી 6 મિલિયન ડોલરના રેકોર્ડ બ્રેકિંગ ભાવે કરવામાં આવી હતી. આ સાથે, કર્ટનું ગિટાર વિશ્વનું સૌથી મોંઘું ગિટાર સાબિત થયું. આપને જણાવી દઈએ કે કર્ટ કોબેને 18 નવેમ્બર, 1993 ના રોજ એમટીવીના લાઇવ પ્રોગ્રામમાં આ ગિટાર વગાડ્યું હતું.

યુટ્યુબ પર આ પરફોર્મન્સને 300 મિલિયન વખત જોવામાં આવ્યું છે. જ્યારે આ લાઇવ પર્ફોમન્સ 90 ના દાયકામાં આલ્બમ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે અત્યાર સુધીની સૌથી વધુ શેર થયેલા આલ્બમ બની ગયો હતો. એટલું જ નહીં, 1996 માં તેને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો હતો. કર્ટ વિશે બીજી એક ખાસ વાત એ હતી કે તે કોઈ લેફ્ટ હાથથી ગિટાર વગાડતો હતો જ્યારે તે લેફ્ટી ન હતો.

kurt cobain

આ પણ વાંચો :જે રાક્ષસો મારો રિપોર્ટ જોવા માંગતા હતા, તે હવે જોઇ લેઃ કંગના રનૌત

વિશ્વના શ્રેષ્ઠ સંગીતકારોમાં ગણવામાં આવતા કર્ટ કોબેન ડિપ્રેશનનો શિકાર હતો. એપ્રિલ 1994 માં તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યાના થોડા દિવસ પહેલા તે એક વિશાળ અને સફળ પ્રવાસ સાથે યુરોપથી પાછો ફર્યો હતો. પરંતુ તેની સ્યુસાઇડ નોટમાં તેણે લખ્યું છે કે તે લાંબા સમયથી સંગીત બનાવવાની મજા આવી રહી નહતી. કર્ટ કોબેનના નિર્વાણ બેન્ડની ગણતરી હજી પણ વિશ્વના સૌથી લોકપ્રિય મ્યુઝિક બેન્ડમાં થાય છે.

આ પણ વાંચો :વાવાઝોડાથી અમિતાભ બચ્ચનની ઓફિસ `જનક` માં ભરાયું પાણી, થયુ ભારે નુકસાન