Not Set/ જવાનોને મળવા વિક્કી કૌશલ પહોચ્યો 14 હજાર ફૂટ ભારત-ચીન બોર્ડર, પડાવ્યા ફોટા

સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ઉરી માં ભારતીય સેનાનાં કમાંડરનો અભિનય કરનાર વિક્કી કૌશલ હવે ભારત-ચીન બોર્ડર પર જવાનોની વચ્ચે પહોચ્યો છે. ખાસ વાત એ છે કે 14 હજાર ફૂટની ઉચાઇ પર જવાનોની વચ્ચે તે ભારતીય સેનાની વર્દીમાં નજર આવી રહ્યો છે. માહિતી મળી રહી છે કે, વિક્કી કૌશલે દેશની રક્ષા માટે 24 કલાક બંદોબસ્તમાં […]

Entertainment

સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ઉરી માં ભારતીય સેનાનાં કમાંડરનો અભિનય કરનાર વિક્કી કૌશલ હવે ભારત-ચીન બોર્ડર પર જવાનોની વચ્ચે પહોચ્યો છે. ખાસ વાત એ છે કે 14 હજાર ફૂટની ઉચાઇ પર જવાનોની વચ્ચે તે ભારતીય સેનાની વર્દીમાં નજર આવી રહ્યો છે. માહિતી મળી રહી છે કે, વિક્કી કૌશલે દેશની રક્ષા માટે 24 કલાક બંદોબસ્તમાં રહેતા જવાનોનું અભિવાદન કર્યુ હતુ.

https://www.instagram.com/p/B0lfo97JD3h/?utm_source=ig_web_copy_link

આ દરમિયાન જવાનોએ વિક્કી કૌશલની સાથે ફોટો શૂટ કર્યુ હતુ. વિક્કી કૌશલ પણ જવાનો સાથે ફોટો પડાવવામાં ખૂબ ખુશ દેખાયો. વિક્કી કૌશલે આ ક્ષણનાં ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જ શેર કર્યા છે. મળતી માહિતી મુજબ, તે ભારત-ચીન સરહદ પર અરૂણાચલ પ્રદેશનાં તવાંગ ખાતે 14000 ફૂટની ઉચાઇએ પહોંચ્યો હતો. અહીં વિક્કીએ કેટલાક દિવસ સૈન્ય જવાન વચ્ચે વિતાવ્યા.

https://www.instagram.com/p/BzM0AYhJ0s7/?utm_source=ig_web_copy_link

ઉલ્લેખનીય છે કે ઉરી ફિલ્મમાં વિક્કી કૌશલનાં અભિનયને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતુ.  આ ફિલ્મમાં તેની એક્ટિંગના પણ લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. ફિલ્મએ બોક્સ ઓફિસ પર પણ ઘણા કીર્તિમાન સ્થાપિત કર્યા. આ ફિલ્મએ નવ અઢવાડિયામાં અંદાજે 250 કરોડની કમાણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.