Not Set/ વાવાઝોડા બાદ એકસાથે ગુમ થયા 18 સિંહ

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ  ગીર-સોમનાથ અને ભાવનગરમાં કેળાંના પાકને નુક્સાન થયું છે.

Gujarat Others

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ  ગીર-સોમનાથ અને ભાવનગરમાં કેળાંના પાકને નુક્સાન થયું છે. અંદાજીત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં જ ગુજરાતમાં આવેલા બગીચા પૈકી 50 ટકા બગીચા છે જેમાં 80 ટકાથી વધારે નુકસાન હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. આ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે, અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 18 સિંહ ગુમ થયા  છે, આ એ જિલ્લાઓ છે જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી.

વન વિભાગના વરિ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના મહત્પવા તાલુકામાંથી 18 સિંહ ગુમ થયા છે. આ ત્રણ જિલ્લાઓ આશરે 40 જેટલા સિંહનું ઘર છે.

જ્યાં એક તરફ ગુમ થયેલા પ્રાણીઓ અંગે આશંકા હતી, ત્યારે ઘણાએ આશા વ્યકત કરી હતી કે, અન્ય જંગલી પ્રાણીઓએ ઐંચાઈવાળા વિસ્તારોમાં આશરો લીધો હશે. હકીકતમાં, સૌરાષ્ટ્ર્ર–જે દુનિયામાં એશિયાઈ સિંહો માટે એકમાત્ર નિવાસસ્થાન છે–તે વાવાઝોડાના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું હતું, વન વિભાગ તે તમામ674 સિંહનો વિસ્તૃત સર્વે કરશે, જેમની ગણતરી છેલ્લે 2020માં પૂર્ણિમા અવલોકનમાં કરવામાં આવી હતી.

જ્યાં એક તરફ ગુમ થયેલા પ્રાણીઓ અંગે આશંકા હતી, ત્યારે ઘણાએ આશા વ્યક્ત કરી હતી કે, અન્ય જંગલી પ્રાણીઓએ ઊંચાઈવાળા વિસ્તારોમાં આશરો લીધો હશે. હકીકતમાં, સૌરાષ્ટ્ર-જે દુનિયામાં એશિયાઈ સિંહો માટે એકમાત્ર નિવાસસ્થાન છે-તે વાવાઝોડાના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું હતું, વન વિભાગ તે તમામ 674 સિંહનો વિસ્તૃત સર્વે કરશે, જેમની ગણતરી છેલ્લે 2020માં પૂર્ણિમા અવલોકનમાં કરવામાં આવી હતી.