બોલિવૂડમાં રિયલ લાઇફમાં કાયદાની અનેક આંટીઘૂટીઓનો સામનો કરી ચૂકેલા ખલનાયક તરીકે ખ્યાતનામ અભિનેતા સંજય દત્ત માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, કે જેણે માત્ર સંજય દત્ત નહીં પરંતુ બોલિવૂડ અને દેશને માન અપાવ્યું છે.ફિલ્મ અભિનેતા સંજય દત્તને યૂએઈ ગોલ્ડન વિઝા મળ્યા છે. જેની જાણકારી અભિનેત્રાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી આપી છે. આ તસવીરમાં તેમની સાથે યૂએઈના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મારી નજર આવી રહ્યા છે અને તેમણે સંજય દત્તને આ સન્માન આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સંજય દત્તે યૂએઈ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે.
https://www.instagram.com/p/CPVZnPAHBDc/?utm_source=ig_web_copy_link
ટેલેન્ટેડ લોકોને યૂએઈમાં વસવા અને તેની કળાનો લાભ ઉઠાવવા માટે આ વિઝા આપવામાં આવે છે. જેનાથી દેશને ફાયદો મળી શકે. હવે ભારતથી સંજય દત્ત એકમાત્ર અભિનેતા છે જેને આ ગોલ્ડન વિઝા મળ્યા છે, જેનાથી તે ખુબ ખુશ છે. સંજય દત્ત ફિલ્મોના સિલસિલામાં દુબઈ જતો રહે છે. આ વિઝા બાદ તેને વધુ ફાયદો મળશે.
દુબઈના પ્રિન્સને પિતા બનવા પર આપ્યા હતા અભિનંદન
હાલમાં દુબઈના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ જુડવા બાળકોના પિતા બન્યા છે. સંજય દત્તે ટ્વિટર પર તેમને શુભેચ્છા આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ હતુ- જુડવા બાળકોના સ્વાગત પર શેખ હમદાન મોહમ્મદને શુભેચ્છા. હું તેમના માટે પ્રેમ, ભાગ્ય અને ખુશીની કામના કરુ છું.
Congratulations to His Royal Highness Sheikh @HamdanMohammed on welcoming the twins. I wish them all the love, luck and happiness in the world. https://t.co/2kMfwIlpk7
— Sanjay Dutt (@duttsanjay) May 24, 2021
હાલમાં સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે પોતાના પિતા સાથે જોવા મળ્યા હતા. આ પોસ્ટને શેર કરતા તેમણે જણાવ્યુ હતુ કે તેમના પિતાની જિંદગીમાં શું જગ્યા છે અને તે પિતાને કેટલા યાદ કરે છે. તેમણે પોસ્ટ શેર કરતા લખ્યુ કે- એક પિતા, એક દોસ્ત, એક ગુરૂ- તમે મારા માટે બધુ હતા. લવ યૂ પાપા, મિસ યૂ.
A parent, an idol, a friend, a mentor – you were everything to me. Love you Dad, miss you. pic.twitter.com/8PRhk1rTYU
— Sanjay Dutt (@duttsanjay) May 25, 2021

