ડાકોર મંદિરની વર્ષો જૂની પરંપરા તૂટી હોવાનું સામે આવ્યું છે. ડાકોરના ઈતિહાસમાં પહેલીવાર આવુ બન્યું છે કે, એક સેવકે 7 મહિલાઓ સાથે રણછોડરાયજીના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હોય. આ સેવકે મંદિરના નિતિ નિયમો વિરુદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હતા અને આ સેવકની તસ્વીર સામે આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મહામારીમાં કલેકટરે જાહેર કરેલા જાહેરનામાની અવગણના કરીને વારા દારી પરિવારની સાતથી વધુ મહિલાઓએ ડાકોરના રણછોડરાયજી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ચરણ સ્પર્શ કરીને દર્શન કર્યા હતા. નિજ મંદિરમાં ચરણ સ્પર્શ કરવાનો નિષેધ હોવા છતાં ચરણ સ્પર્શ કરીને દક્ષિણા પણ ધરી હતી.
વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય રહ્યું છે કે, એક પછી એક સાતથી વધુ મહિલાઓ ડાકોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને રણછોડરાયનાં ચરણસ્પર્શ કરી રહી છે. આ ઉપરાંત હાજર મંદિર કર્મચારીએ રોકતા વારા દારી સેવકે ધક્કો મારી મહિલાઓને નિયમ વિરૂદ્ધ મંદિર પ્રવેશ કરાવાયો હતો. પોલીસને મંદિર ટ્રસ્ટ તરફથી મળેલી અરજી અનુસંધાને પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
View this post on Instagram
આ પણ વાંચો : વડોદરામાં એન્જીનિયરિંગના વિદ્યાર્થી 9 માં માળથી લગાવી મોતની છલાંગ
સમગ્ર મામલે વિવાદ થયો અને તેના સીસીટીવીના ફૂટેજ વાયરલ થયા છે. તેથી પોલીસ મથકે કમિટી પહોંચતા પોલીસે મેનેજરની ફરિયાદ લઇને કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં કહેવાયુ કે, ડાકોર મંદિરની વર્ષોથી પરંપરા તોડીને આ મહિલા શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના ચરણસ્પર્શ કર્યા.
7થી વધુ મહિલાઓએ ગર્ભગૃહમાં દર્શન કરતા વિવાદ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તો બીજી તરફ, મંદિરમાં મહિલાઓને લઈ જનાર પરેશ રમેશચંદ્ર સેવકે જણાવ્યું કે, આજે અમારા પરિવારનો સેવાનો વારો હતો. અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઇપણ સભ્ય દર્શન કરવા લઇ જઇ શકું છું. મારા વારાદારીઓ કે સેવકો કોઇને કશું પુછવાનું હોતું નથી. અમે અમારા પરિવારના સભ્યોને નીજ મંદિરમાં લઇ જઇ શકીયે છીએ. જેમને હું મારી સાથે લઇ ગયો હતો. તે મારી પત્નિ અને મારા ભાભી સહિતના પરિવારના સભ્યો હતાં.
આ પણ વાંચો :કોરોના કાળમાં દવા કંપની ઝાયડસ કેડિલાની વધુ એક હરણફાળ, મોનોક્લોનલ દવાના ટ્રાયલ માટે માંગી મંજૂરી
વર્ષો વર્ષની પરંપરા તૂટતાં પરંતુ આ બાબતે સ્પષ્ટ નિયમો નહી હોવાને કારણે આ વિવાદમાંથી આરોપીઓ છટકી ગયા હોવાની વાતો વહેતી થઈ છે. ઘટના બાદ વિવાદ થતાં મેનેજર અરવિંદ ફુલશંકર મહેતાની ફરિયાદના આધારે ડાકોર પોલીસે પરેશ સેવક વિરુદ્ધ માત્ર કોવિડના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. પોલીસે આ અંગે આઈપીસી 188 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : હાલાેલ પેટ્રોલપંપ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

