Not Set/ મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ધરખમ ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 424નાં મોત

મહારાષ્ટ્રમાં નવા કેસોમાં ઘટાડો નોંધાયો

India

દેશમાં કોરોનાની લહેર હવે મંદ પડી રહી છે. કોરોના વાયરસની રફતાર ઘટી રહી છે જે સારી વાત છે. કોરોના સંક્રમણના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. લોકડાઉનની અસરથી કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટોડો થઇ રહ્યો છે. નવા  સંક્રમણના કેસો છેલ્લા 25 દિવસથી ઘટી રહ્યા છે .મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં 20740 નવા સંક્રમણના કેસો નોધાયા છે અને424 દર્દીઓના મોત નિપજ્યાં છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યમાં ફરીવાર લોકડાઉનની સમય મર્યાદા વધારી છે. લોકડાઉનથી કેસોમાં ઘટાડો નોધાઇ રહ્યાે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20,740 કેસો નોંધાયા છે અને 424 લોકોના મોત થયાં છે.રાજ્યમાં કોરોનાના કુલ કેસો 56 લાખ 92 હજાર 920 થઇ ગયાં છે.જયારે કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 30671 છે.કોરોનાને માત અાપીને સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 53,07,874 થઇ છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 20 દિવસથી કોરોના સંક્રણમના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયાે છે. હવે કોરોનાની ગતિ મંદ પડી રી છે.