મોટાભાગની સોશિયલ મીડિયા કંપનીઓએ મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ લાઇઝન ઓફિસર અને ફરિયાદ અધિકારીની માહિતી ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને શેર કરી છે. સૂત્રોના જણાવ્યું અનુસાર શેરચેટ, ટેલિગ્રામ, લિંક્ડઇન, ગુગલ, ફેસબુક, વોટ્સએપ વગેરેએ નવા નિયમો મુજબ મંત્રાલય સાથે માહિતી શેર કરી છે.પરતું આ નિયમોને લઇને ભારત સરકાર અને ટવીટર વચ્ચે વિવાદ વધી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે સરકાર તરફથી સખત પ્રતિક્રિયા બાદ ટવીટરે મોડી રાત્રે ભારતની એક કાયદાકીય ફર્મમાં કામ કરનાર વકીલની વિગતો અને નોડલ સંપર્ક વ્યક્તિ અને ફરિયાદ અધિકારી તરીકેની માહિતી શેર કરી હતી.
સૂત્રોના જણાવ્યું હતું કે નિયમો અનુસાર આ અધિકારીઓ સોશિયલ મીડિયા કંપનીના કર્મચારી હોવા જોઈએ અને ભારતના નાગરિક પણ હોવા જોઈએ. ટવીટર દ્વારા હજી સુધી ચીફ અનુપાલન ઓફિસરની માહિતી મંત્રાલયને મોકલી નથી.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની સમિતિએ ગત વર્ષે ત્રણ ફેબ્રુઆરીએ એક એહવાલ સબમિટ કર્યો હતો . આ રિપોર્ટમાં પહેલી પોસ્ટ કરનારવાળાની ઓળખ માટે વ્યવસ્થાની વાત કરવામાં આવી હતી. નવા ઇન્ફર્મેશન ટેકનોલોજીના નિયમોમાં આ જોગવાઈ છે. વોટ્સએપે આ જોગવાઈ સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. પહેલી પોસ્ટ કરનારે કયાં માેબાઇલ વપરાશ કર્તાને મોકલવામાં આવ્યું છે જેની ઓળખ થઇ શકે છે. આ એક એસએમએસ અથવા ફોન કોલ જેવું છે આનો તમામ રેકોર્ડ ટેલીકોમ કંપનીઓ પાસે હોય છે.નિર્દેશો હેઠળ સોશિયલ મીડિયા અને ઓટીટી કંપનીઓને તેમના નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવાના છે અને જેના દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે. , જો કોઈ ફરિયાદ આવે છે તો અંતિમ કાર્યવાહી કરવી પડશે અને 15 દિવસની અંદર તેની માહિતી આપવી પડશે.
