નિમણુક/ ભાજપ દ્વારા શહેર અને જીલ્લા પ્રમુખની યાદી જાહેર કરાઈ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજરોજ અમદાવાદ મહાનગર ના શહેર પ્રમુખ અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખ ની યાદી જાહેર કરવામાં આવી છે.

Top Stories Gujarat Others

અમદાવાદ ભાજપને મળ્યા નવા પ્રમુખ

પૂર્વ મેયર અમિત શાહની પ્રમુખપદે કરાઈ વરણી

ગાંધીનગર જિલ્લા પ્રમુખની પણ કરાઈ વરણી

માણસાના અનિલ પટેલ બન્યા ગાંધીનગર જિલ્લા પ્રમુખ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજરોજ અમદાવાદ મહાનગર ના શહેર પ્રમુખ અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખ ની યાદી જાહેર કરવામાં આવી છે. જે અનુસાર અમદાવાદ શહેર પ્રમુખની જવાબદારી પૂર્વ મેયર અમિતભાઈ શાહને સોંપવામા આવી છે જ્યારે ગાંધીનગર જિલ્લા પ્રમુખનો હોદ્દો માણસાના અનિલભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે.

ગત અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે અમિત શાહને ટિકિટ આપી નહોતી. તેમજ તેમના પુત્રને પણ ટિકિટ મળી નહોતી. ભાજપ દ્વારા બેથી વધુ વાર ચૂંટાયેલા અને નેતાઓના સગાઓની ટિકિટ નહીં આપવાનું નક્કી કરવામાં પિતા-પુત્રને ટિકિટ મળી નહોતી.