રાહત/ આણંદ જિલ્લામાં રાહતના સમાચાર કોરોના સંક્રમણ ઘટયું રોજ બરોજના કેસોમાં ઘટાડો નોંધાયો

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હાંફી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતોનો આંકડો 27 એ પહોંચ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 542 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ ઘટી રહ્યાં છે.આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ […]

Gujarat

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હાંફી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતોનો આંકડો 27 એ પહોંચ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 542 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ ઘટી રહ્યાં છે.આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 599 છે. જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની નબળી કામગીરી સામે આવી છે. આજે જિલ્લામાં માત્ર 2750 નાગરિકોનું રસીકરણ કરાયું છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 27 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 9277 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 8632 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 46 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 599 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 273 ની હાલત સ્થિર છે. 294 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 18 દર્દીઓ બાયપેય ઉપર અને 14 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. 256દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં, 28 અંજલિમાં, 25 આણંદની જનરલ હોસ્પિટલમાં, 32 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 542 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 57 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.