Not Set/ પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ જૂથ ઉપર સરકારી મશીનરીનાં દુરુપયોગનો આક્ષેપ, જાણો શું છે માજરો…

મહેસાણાનાં બહુચરાજી AMPCની ચૂંટણીમાં ભારે અને વિચીત્ર વાતને લઇને વિવાદ જોવામાં આવ્યો. બહુચરાજી AMPCની ચૂંટણીમાં બરોબર મતદાન સમયે જ કનોડા ગામની મંડળીના મતદાર ને લઈને વિવાદ જાગ્યો. ચમનભાઈ પરમાર નામના મતદાર અચાનક ન મળતા ગુમ થઇ ગયા હતા. આપને જણાવી દઇએ કે, બહુચરાજી AMPCનાં ચમનભાઈ વર્તમાન ચેરમેન ગ્રુપના મતદાર છે.  ચમનભાઈ પરમાર અચાનક ગુમ થતા ચમનભાઈના પુત્રએ મોઢેરા પોલીસ મથકે પિતાનું અપહરણ થયાની […]

Gujarat Others

મહેસાણાનાં બહુચરાજી AMPCની ચૂંટણીમાં ભારે અને વિચીત્ર વાતને લઇને વિવાદ જોવામાં આવ્યો. બહુચરાજી AMPCની ચૂંટણીમાં બરોબર મતદાન સમયે જ કનોડા ગામની મંડળીના મતદાર ને લઈને વિવાદ જાગ્યો. ચમનભાઈ પરમાર નામના મતદાર અચાનક ન મળતા ગુમ થઇ ગયા હતા. આપને જણાવી દઇએ કે, બહુચરાજી AMPCનાં ચમનભાઈ વર્તમાન ચેરમેન ગ્રુપના મતદાર છે. 

ચમનભાઈ પરમાર અચાનક ગુમ થતા ચમનભાઈના પુત્રએ મોઢેરા પોલીસ મથકે પિતાનું અપહરણ થયાની અરજી આપી હતી. મોઢેરા પોલીસે અરજી અંગે કરી તપાસ તેટલા સમયમાં જ ચમનભાઈ જાતે પોલીસ મથકે હાજર થઇ ગયા. પોલીસ મથકે સામેથી આવેલા ચમનભાઇએ પોતાનું અપહરણ નહીં થયાની પોલીસ સમક્ષ કેફિયત આપી. ચમનભાઇની રજૂઆતની સાથે સાથે બીજા બે મતદારોએ પણ મોઢેરા પોલીસમાં નિવેદન આપ્યા હતા. તમામ નિવેદનો આવી ગયા છતા, ચમનભાઈને ત્રણ કલાક સુધી પોલીસ સ્ટેશન બેસાડી રખાયાં.

એક તરફ બહુચરાજી AMPCની ચૂંટણી ચાલી રહી હોય ચમનભાઈને ત્રણ કલાક સુધી પોલીસ સ્ટેશન બેસાડી રખાવામાં આવતા વર્તમાન ચેરમેન જૂથનાં ટેકેદારોએ પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવ્યો હતો. બહુચરાજી AMPCનાં વર્તમાન ચેરમેન જૂથનાં ટેકેદારો દ્વારા આ મામલે સીધો જ પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલ જૂથ ઉપર સરકારી મશીનરીના દુરુપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews