મોરબીમાં બ્લેકસ્ટોન કવોરી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફરીથી હડતાલ કરવામાં આવી છે. અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો ના હોવાથી તા. 1થી અચોક્કસ મુદતની હડતાલ શરુ કરાઈ છે. આજે પાંચ પાંચ દિવસ થયા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. નીંભર તંત્ર રોજનું પેટીયું રળવા વાળાનું પણ વિચારતા નથી. આ હળતાલમાં મોરબીની 45 કવોરી ઉદ્યોગની ફેકટરીઓ પણ જોડાઈ છે જેથી 2000 લોકોની રોજગારીને સીધી અસર થશે.
વધુ વિગત અનુસાર મોરબી શહેરમાં કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલ 45 એકમો બંધ કરવામાં આવ્યા છે અને રાજ્યવ્યાપી હડતાલમાં તેઓ જોડાયા હોવાથી 2000 લોકોની રોજગારીને સીધી અસર થશે અને રોયલ્ટી તેમજ ટેક્ષ સહિતની સરકારને મળતી પ્રતિદિન 20 લાખની આવક પણ અટકી જશે. ગુજરાત બ્લેકસ્ટોન કવોરી ઇન્ડસ્ટ્રીઝ એસો દ્વારા સરકાર સમક્ષ પાંચ વર્ષ અગાઉ પડતર માંગણીઓ અંગે હડતાલ કરવામાં આવી હતી અને સરકારની ખાતરી બાદ આંદોલન સમેટાયું હતું જોકે એકપણ પ્રશ્ન ઉકેલાયો ના હોવાથી તા. 1 મેં થી સમગ્ર રાજ્યમાં કવોરી ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો છે.
કવોરી ઉદ્યોગની સાત માંગણી
કવોરી ઉદ્યોગની સાત માંગણીઓ જેમાં ખાડા માપણી, ખાનગી માલિકીની જમીનમાં કવોરી લીઝો હરાજી વગર આપવા, કવોરી ઝોન ડીકલેર કરવા, ઈ.સી અને માઈનીંગ પ્લાન ગૌણ ખાનીજમાં નહિ હોવા, ખાણ ખનીજ અને આરટીઓ જોડાણ અલગ કરવા, ખનીજ કીમત રૂ. 350 છે તે ખોટું છે ખરેખર રૂ.50 જ થાય છે તેમાં ફેરફાર કરવા, મશીન સેન્ડને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા સહિતની સાત માંગણીઓ કરવામાં આવી છે અને માંગ ના સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે.
ટ્રાન્સપોર્ટ અને બાંધકામ વ્યવસાયને અસર થશે
કવોરી ઉદ્યોગ બંધ રહેતા ઉદ્યોગ સાથે જોડાયેલા મોરબીના 2000 સહીત હજારો કામદારોને અસર થશે તે ઉપરાંત માલનું પરિવહન અટકી જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અસર થશે એટલું જ નહિ બાંધકામ અને રી કાર્પેટ થતા રોડ રસ્તાના કામોને પણ વિપરીત અસર જોવા મળશે જોકે ઉદ્યોગકારો પોતાની માંગણીને લઈને અડગ છે અને માંગ ના સંતોષાય તો હડતાલ ખત્મ કરવાના મૂડમાં હાલ ઉદ્યોગકારો જોવા મળતા નથી.
આ પણ વાંચો : KBCમાં રૂ. 25 લાખની લોટરી લાગી છે, કહી શેરડીવાળાને લગાવ્યો 1.25 લાખનો ચૂનો
