Not Set/ અર્ચના અને માનવની પ્રેમ કહાનીના પુરા થયા 12 વર્ષ, અંકિતા લોખંડેએ શેર કર્યા યાદગાર પળ

પ્રખ્યાત ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ ના 12 વર્ષ પૂરા થવા પર અંકિતા લોખંડેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

Trending Entertainment

પ્રખ્યાત ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ ના 12 વર્ષ પૂરા થવા પર અંકિતા લોખંડેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. અંકિતાએ તેની પોસ્ટમાં સિરિયલ સાથે જોડાયેલી એક ક્લિપ શેર કરી છે, જેમાં તેની સાથે અંતમાં અભિનેતા અને શોના સહ-કલાકાર સુશાંત સિંહ રાજપૂત તેની સાથે જોવા મળી રહ્યો છે. અંકિતા લોખંડેએ પણ આ પોસ્ટ સાથે લાંબો સંદેશ લખ્યો છે. અંકિતાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર ‘પવિત્ર રિશ્તા’નો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, “પવિત્ર રિશ્તાના 12 વર્ષ. 12 વર્ષ! ઓહ, હાં હાં, આ પવિત્ર રિશ્તાના 12 વર્ષ છે. સમય ખૂબ જ ઝડપથી પસાર થાય છે. 66 થી વધુ એવોર્ડ્સ સાથે ભારતીય ટેલિવિઝનનો સૌથી ગમતો શો રહ્યો છે. શોના 12 વર્ષ બેજોડ રહ્યા.તેણે ન માત્ર મને અર્ચના બનાવી પરંતુ દુનિયાથી પ્રેમ પણ અપાવ્યો અને તે બનાવી જે આજે હું છું. અને મિત્રતાની ઉજવણી કરે છે. આભાર, બાલાજી ટેલિફિલ્મ્સ, એકતા કપૂર, તમે મને અર્ચના બનાવી અને શો ની કાસ્ટ અને ક્રૂ પ્રત્યેનો મારો આભાર. આભાર માં અને પા હંમેશાં મને ટેકો આપવા બદલ. “

આ પણ વાંચો :યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ એક્ટર કરણ મેહરાની મુંબઈ પોલીસે કરી ધરપકડ, પત્ની નિશા સાથે કરી હતી મારપીટ

https://www.instagram.com/tv/CPkRX0SFwJ-/?utm_source=ig_web_copy_link

વીડિયો જોયા પછી ચાહકો અર્ચના અને માનવની આ સ્ટોરીને યાદ કરી રહ્યા છે અને ટિપ્પણી કરતી વખતે ઘણા લોકો તેમના બાળપણના દિવસો યાદ કરે છે જ્યારે તેઓ ટીવી પર આ શો જોતા હતા. નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેને આ શોથી ભારે લોકપ્રિયતા મળી હતી અને ચાહકોના હૃદયમાં એક અલગ સ્થાન બનાવ્યું હતું.

આ પણ વાંચો :અમિતાભ બાદ હવે અજય દેવગને પણ ખરીદ્યો આલીશાન બંગલો, કિંમત છે 60 કરોડ રૂપિયા

એક સોશિયલ મીડિયા યુઝરે અંકિતા લોખંડેની પોસ્ટ પર ટિપ્પણી કરતાં લખ્યું કે, સુશાંત અને અંકિતાના  12 વર્ષ. તમે બંનેએ અમારા દિલ જીતી લીધા. તો બીજા યુઝર્સે લખ્યું, “શું આપણે ફરી એકવાર આપણા બાળપણમાં જઈ શકીએ”. આટલું જ નહીં, એક પ્રશંસકે અભિનેત્રીને પૂછ્યું કે તેને સુશાંતની યાદ તો નથી આવતીને. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો :માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરિન થયો ગ્રેજ્યુએટ, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ