અમેરિકા સૈન્ય અફધાનિસ્તાનમાંથી હટી જવાની વાત અમેરિકા પ્રમુખે કરી છે ત્યારબાદ ચીન પાકિસ્તાનની સહાયથી અફઘાનિસ્તાનમાં સમાધાન મેળવવાના પ્રયત્નોમાં સક્રિય થઈ ગયું છે. રાજનૈતિક દૃષ્ટિકોણથી પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાન સાથેના સંબંધોને આગળ વધારવામાં ચીન તેનો ફાયદો જોઈ રહ્યો છે.આ સંદર્ભે ગુરુવારે ત્રણેય દેશોના વિદેશ પ્રધાનોની વર્ચુઅલ વાતચીત કરશે.આ બેઠકની અધ્યક્ષતા ચીનના વિદેશ પ્રધાન વાંગ યી કરશે.
આ ત્રણેય દેશો વચ્ચેનો ચોથો સંવાદ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ બેનવિને કહ્યું કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી અને અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ હનીફ અત્માર વાટાઘાટમાં ભાગ લેશે.પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ત્રણેય વિદેશ પ્રધાનો સમાધાન પ્રક્રિયા, સુરક્ષા સહયોગ અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા પર વાત કરશે.પ્રવક્તાએ વધુમાં કહ્યું કે અચાનક અમેરિકી સૈનાને પાછી ખેંચી લેવાથી અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા તેમજ પ્રાદેશિક સુરક્ષા અને સ્થાનિક પરિસ્થિતિ અંગે અનિશ્ચિતતા ઉભી થઈ છે. આ દરમિયાન, ચીનમાં અફઘાનિસ્તાનના રાજદૂત જાવિદ અહમદ કૈમે કહ્યું છે કે અમે ઇચ્છીએ છીએ કે અમેરિકા, ચીન અને ભારત કાબુલમાં શાંતિ પુન સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે.
