Not Set/ ઉંમરની સાથે વધતો અવબાહુકનો દુખાવો, જાણો આ રોગનાં કારણો અને સારવાર વિશે

અવબાહુક એ એવો રોગ છે કે જેમાં ખભા નાં ભાગ માં ખુબ વેદના થાય છે.દર્દી ને હાથ ઊંચો કરવા માં પણ ખૂબ વેદના થાય છે.,અને ખભો આપો આપ જ થોડી થોડી વારે ઊંચકાયા કરે છે, તેથી ખભા સાથે આખો હાથ ઉચકાતો હોય તેવું લાગે છે.

Health & Fitness Lifestyle

@ડો.જાહ્નવી બેન ભટ્ટ, મંતવ્ય ન્યૂઝ

મોબાઇલ- 9428598098

અવબાહુક એ એવો રોગ છે કે જેમાં ખભા નાં ભાગ માં ખુબ વેદના થાય છે.દર્દી ને હાથ ઊંચો કરવા માં પણ ખૂબ વેદના થાય છે.,અને ખભો આપો આપ જ થોડી થોડી વારે ઊંચકાયા કરે છે, તેથી ખભા સાથે આખો હાથ ઉચકાતો હોય તેવું લાગે છે. આવું થાય ત્યારે માણસ નું સમગ્ર ધ્યાન ત્યાં જ કેન્દ્રિત થાય છે અને હાથ ની નસો ખેંચાઈ ને દુખાવા માંડે છે.ઘણીવાર તો છાતી માં પણ ખેંચાણ થતું હોય તેમ લાગે છે, જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ શરીર માં થતાં અનેક ફેરફારો પૈકી નું એક કારણ અવબાહુક માનવા માં આવે છે.

પ્રકુપિત વાયુ ખભા ની અંસ સંધિ માં ભરાઈ જાય છે.વળી કફ નું સ્થાન પણ સંધિ હોવાથી કફ અં સ સંધિ માં રહેલો હોય છે, જેથી આ રોગ માં વાત અને કફ બંને નું પ્રાધાન્ય હોય છે. આયુર્વેદ માં બતાવેલા વિશ્વાચી રોગ માં પણ હાથ ની પેશીઓ ખેંચાય છે., મોર્ડન સાયન્સ માં Peralasis of branchial plexus તરીકે આ રોગ ને ઓળખવા માં આવે છે.

આ રોગ નાં કારણો:-

(1) ગ્રીવા કે ડોક પર વાગવું

(2) અક્ષકાસ્થી કોઈ પણ કારણો સર તૂટવું.

(3) અંશ સંધિ વિશ્લેષ કે ખભા નાં મૂળ માં ગાંઠ થયેલ હોય તો તે નાં દબાણ થી નાડી જલ પર આઘાત ને કારણે પણ આ રોગ ની ઉત્પત્તિ માનવા માં આવે છે,

આ રોગ માં ખભા નાં મૂળ પાસે થી માંસપેશી ઓ ની ક્રિયા ખૂબ ઘટવા લાગે છે, જેથી હાથ નાં હલન ચલન ની ક્રિયા ખૂબ તકલીફ થી થાય છે, ઘણીવખત હાથ સીધો કરવા માં કે હાથ ને પાછળ ની તરફ લઈ જવામાં પણ ખૂબ કષ્ટ અનુભવાય છે. ઘણીવખત હાથ ને માથા તરફ ઊંચે પણ લઈ જઈ શકાતો નથી. તકલીફ ખૂબ હોવાથી દર્દી પડખું ફરી ને સૂઈ પણ શકતો નથી. તેણે બીજા પડખે કે પછી ચત્તા જ સૂવું પડે છે. ઘણી વખત તો દર્દી નાની એવી વસ્તુ ઉચકવા માં પણ અસમર્થતા દર્શાવે છે.

આ રોગ ની સારવાર વિશે વાત કરીએ તો:-

(1) મહારાસ્નાદી ક્વાથ માં 1 ચમચી દિવેલ મેળવી ને દર્દી ને આપવું, અભ્યંતર સારવાર નિષ્ણાત ની સલાહ મુજબ જ કરવી.

(2) કપૂર કાચલી નું ચૂર્ણ બનાવી પાણી સાથે ખૂબ લસોટવું., પછી તેની ચણા જેટલી ગોળી ઓ બનાવી સૂકવી લેવી, આ ગોળી એક એક સવાર સાંજ લેવી, જો ખભા ની વેદના વધુ હોય તો નિષ્ણાત ની સલાહ મુજબ તે વધારી પણ શકાય છે.

આ ઉપરાંત સિંહનાદ ગૂગળ અને યોગરાજ ગૂગળ પણ અવબહુક માં સારું કામ આપે છે. આ રોગ માં સરળ કસરતો , યોગ નાં આસન કે હાથ અને ખભા ની physiotherapy પણ ખૂબ મદદ રૂપ થાય છે. અહી મેથી નો એક અદ્ભુત પ્રયોગ સૂચવું છું.જે આ રોગ નાં દર્દીઓ એ કરવા જેવો છે. રાત્રે 1 તોલો મેથી 1 કપ પાણી માં પલાળવી, સવારે તેમાં ૨ થી ૩ ગ્રામ સૂંઠ નું ચૂર્ણ અને 10 ગ્રામ ગોળ નાખી ઉકાળવું., પછી તેની ગાળી નવશેકું ગરમ ગરમ હોય ત્યારે જ તેનો ઉકાળો પીવાથી બધો જ આમ ઝાડા વાટે નીકળી જશે, અને પકડાઈ ગયેલો હાથ એકદમ છૂટો થઇ જશે, સાથે સાથે નિષ્ણાત ની સલાહ મુજબ દવાઓ પણ ચાલુ રાખવા ની છે.

અવબાહુક રોગ માં “અગ્નિકર્મ” ની સારવાર પણ ખૂબ જ ઝડપી અને prompt સારવાર છે ,આ રોગ માં અગ્નિકર્મ નાં result ખૂબ જ સચોટ જણાયા છે, જે દર્દી હાથ માંડ માંડ ઊંચો કરી શકતો હોય તે અગ્નિકર્મ ની ૪૦મિનિટ ની સારવાર પછી ખૂબ જ સરળતા થી હાથ ઊંચો કરી શકે છે. આ રોગ માં દર્દી એ ખોરાક માં મગ, ભાત ,ખીચડી જેવો સાદો જ ખોરાક લેવા નો છે. લસણ ,આદુ વગેરે નું સેવન ખૂબ જ હિતકર છે. યોગ્ય ઔષધોપચાર અને સાથે સાથે અગ્નિકર્મ ની સારવાર નાં યોગ્ય સિટિંગ આ રોગ ને સરળતા થી પરાજય તરફ ધકેલે છે, તેમાં બે મત નથી.