બારડોલી/ મોટા ઉપાડે પાલિકાએ CCTV કેમેરા તો લગાવ્યા, પણ માત્ર ૩ જ વર્ષના ટૂંકાગાળામાં, જ્યાં હતા ત્યાં !!

બારડોલી નગરને સી.સી.ટી.વીથી સજ્જ કરવા 3 વર્ષ પહેલાં નગરમાં 180 જેટલા સી.સિ.ટી.વી કેમેરા લગાવાયા હતા જોકે તે પૈકી માત્ર 5 જ કેમેરાઓ હાલ ચાલુ હાલતમાં છે

Gujarat Others Trending

બારડોલી નગરને સી.સી.ટી.વીથી સજ્જ કરવા 3 વર્ષ પહેલાં નગરમાં 180 જેટલા સી.સિ.ટી.વી કેમેરા લગાવાયા હતા જોકે તે પૈકી માત્ર 5 જ કેમેરાઓ હાલ ચાલુ હાલતમાં છે , તો બીજી તરફ નવા શાસકો એ આ મામલે તાત્કાલિક કામગીરી કરી તમામ કેમેરાઓ ચાલુ કરાવવા બાહેધરી  આપી છે.

નગરમાં થતી ગુનાખોરીને અટકાવવા જે તે સમયે પોલીસ તંત્ર અને પાલિકા તંત્ર દ્વારા મળીને નગરના તમામ પોઇન્ટ પર સી.સી.ટી.વી કેમેરા લગાવવાનું નક્કી કરાયું, અને 2017- 18 ના પાલિકાના સાશકો દ્વારા લક્ષ્મી એન્જીનયરિંગ પ્રા. લી આ કેમેરા લગાવવાનું કામ સોંપવામાં આવ્યું , એજન્સી દ્વારા નગરના 52 જેટલા પોઇન્ટ પર 1.28 કરોડના ખર્ચે 180 જેટલા સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવ્યા હતા.

જે કેમેરાઓ પાછલા ઘણા મહિનાઓથી બંધ હાલતમાં છે , જે તે એજન્સીની અવધિ પુરી થતા હાલ કેમેરાઓનું રીપેરીંગ કામ કરવાની તસ્દી સુધ્ધા કોઈએ લીધી નથી , તો બીજી તરફ હાલ જ થોડા સમય અગાઉ ચૂંટાયેલા નવી બોડીના પાલિકા પ્રમુખ દ્વારા કેબલ કપાયા હોવાના કારણે કેમેરા બંધ હોવાનું જણાવી અન્ય એજન્સીને તાત્કાલિક કામ સોંપી તમામ સી.સી.ટી.વી કેમેરાઓ ચાલુ કરાવવા બાંહેધરી આપી હતી.

એક તરફ નગરમાં ઘરફોડ ચોરી, ચિલ ઝડપ, ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે , હાલ જ બે દિવસ અગાઉ નગરના રેલવે સ્ટેશન પાસે દૂધનો વેપાર કરતી એક મહિલાની નજર ચૂકવી વકરાનો ગલ્લો ગઠિયા ઉઠાવી ફરાર થઈ ગયા હતા, ગલ્લામાં 8 હજારથી વધુનો વકરો ગઠિયાઓ લઈ ગયા , મહિલાએ પોલીસ ફરિયાદ પણ કરી અને પોલીસ તપાસમાં આવી તો મહિલાની લારીની સામે જ પાલિકાના 4 જેટલા કેમેરાઓ પરંતુ કેમેરા જ બંધ હોઈ તો પોલીસ કઈ રીતે આવા ગઠિયાઓને જેલની પાછળ ધકેલી શકે, નગરમાં બનતી ઘણી ગુનાખોરીઓમાં આરોપીઓને પકડવા આ સી.સી.ટી.વી ફૂટેજો પોલીસને મદદરૂપ થઈ શકે છે જેને ધ્યાનમાં લઈ બારડોલી ડિવિઝનના ડી.વાય.એસ.પી રૂપલબેન સોલંકીએ પણ કેમેરા તાત્કાલિક ચાલુ કરાવવા બાબતે પાલિકા તંત્રને લેખિતમાં રજુઆત કરી હતી.

કોરોનાથી મોટી રાહત / રાજ્યમાં આજે નોધાયાં 1000 થી ઓછા નવા કેસ….

ચૂંટણી પ્રચાર કે એકતાનું પ્રતિક ? / સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કોરિયન મટીરીયલથી  59.54 લાખનું ડિજિટલ કમલ ખીલશે

રાત્રી દરમિયાન મહિલાઓ નગરમાં ચાલવા નીકળતી હોઈ છે ત્યારે ઘણી વખત તેઓની છેડતીની પણ ફરિયાદ સામે આવતી હોય છે , ત્યારે આવા કિસ્સામાં મહિલાઓ નગરમાં લાગેલ સી.સી.ટી.વી કેમેરાને જોઈ પોતાને સુરક્ષિત સમજતી હોઈ છે ત્યારે આવા કિસ્સામાં પાલિકા તંત્ર પર લોકોનો વિશ્વાસ જાળવી રાખે અને તંત્ર તાત્કાલિક આ કેમેરાઓનું રીપેરીંગ કામ કરાવે તેવુ જરૂરી થઈ પડ્યું છે.

રાજકીય / રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને  PM મોદીની પ્રશંસા કરતા કહ્યું, ‘ભારતના વડા પ્રધાન એક જવાબદાર નેતા છે’ સાથે ….

છૂટછાટવાળું અનલોક / દિલ્હીમાં ઓડ ઇવન પદ્ધતિથી ખુલશે મોલ-બજારો, 50% ક્ષમતા સાથે મેટ્રો દોડશે