Not Set/ સરપંચો વેક્સીન નહિ લે તો વર્કઓર્ડર નહિ આપવાનું અધિકારીઓ દ્વારા ફરમાન

. મિટિંગમાં હાજર કેટલાક સરપંચોને વેક્સીન નહિ લે તો કામો ના વર્કઓર્ડર નહિ આપવાનું અધિકારીઓ દ્વારા ફરમાન આપ્યું હતું . જોકે આખો મુદ્દો હાલ ચર્ચા નો વિષય બન્યો છે .

Top Stories Gujarat Others

સુરત જિલ્લા ના બારડોલી તાલુકા પંચાયતમાં નાણાપંચ અંગે મળેલ સરપંચો બેઠક માં વિખવાદ થયા ની ચર્ચા ઉઠી હતી . મિટિંગમાં હાજર કેટલાક સરપંચોને વેક્સીન નહિ લે તો કામોના વર્કઓર્ડર નહિ આપવાનું અધિકારીઓ દ્વારા ફરમાન આપ્યું હતું . જોકે આખો મુદ્દો હાલ ચર્ચા નો વિષય બન્યો છે .

ચૂંટણી પ્રચાર કે એકતાનું પ્રતિક ? / સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કોરિયન મટીરીયલથી  59.54 લાખનું ડિજિટલ કમલ ખીલશે

સુરત જિલ્લા ના વિવિધ તાલુકા ના ગામો માં હાલ વેક્સિનેશન અંગે કામગીરી ચાલી રહી છે . ગત રોજ  સુરત જિલ્લા ના બારડોલી તાલુકા પંચાયત માં મળેલ બેઠક માં વિવાદ સર્જાયા નું બહાર આવ્યું હતું . ઘટના એ હતી કે બારડોલી તાલુકા પંચાયત માં ૧૫ માં નાણાં પાંચ ના આયોજન અંગે ૩૦ થી વધુ ગામો ના સરપંચો,  ઉપ સરપંચોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું . જોકે ગામડાઓમાં વેક્સિનેશન ઓછું રહેતા અધિકારીઓ સરપંચો પર અકળાયા હતા . તેમજ વેક્સિનેશન કામગીરી યોગ્ય નહિ કરાય તો પંચાયતમાં કામોના વર્ક ઓર્ડર નહી આપવાની વાત ઉઠી હતી .

બારડોલી: મોટા ઉપાડે પાલિકાએ CCTV કેમેરા તો લગાવ્યા, પણ માત્ર ૩ જ વર્ષના ટૂંકાગાળામાં, જ્યાં હતા ત્યાં !!

રાજકીય / રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને  PM મોદીની પ્રશંસા કરતા કહ્યું, ‘ભારતના વડા પ્રધાન એક જવાબદાર નેતા છે’ સાથે ….

ગામડાઓમાં વેક્સીન નહિ તો કામના વર્કઓર્ડર નહિ. અધિકારીઓના આવા તઘલખી ચીમકીથી કેટલાક સરપંચો અકળાયા હતા . અને પોતાના સોશિયલ મીડિયાને પેજ પર વાતો જાહેર કરી દીધી હતી . જોકે સમગ્ર મામલે બારડોલી તાલુકે પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેમને કંઈક આ રીતે જવાબ આપ્યો હતો .

બારડોલી તાલુકા પંચાયતમાં મળેલ સરપંચોની બંધ બારણે મળેલ બેઠક અને તેમાં દરવાજા બંધ કરી સરપંચોને આ રીતે ફરજ પાડવી અધિકારીઓ દ્વારા એ કેટલી યોગ્ય એ પણ ચર્ચા નો વિષય બન્યો છે . બારડોલી તાલુકામાં વેકસીનેશનની એકંદરે તંત્ર ની  કામગીરી  ની વાત કરી એ તો માત્ર ૪૫ ટકા જેટલીજ વેક્સિનેશન ની કામગીરી ગ્રામ્ય વિસ્તારો માં થઇ છે .