ઈ-લોકાર્પણ/ રાજકોટમાં કરોડોના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ,લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં ગુજરાત અગ્રીમ : CM રૂપાણી

રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૦૭/૦૬/૨૦૨૧ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે પૂ. શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે  કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી 

Top Stories Gujarat

રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૦૭/૦૬/૨૦૨૧ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે પૂ. શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે  કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યની જનતાની સુખાકારી માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેરની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.કોરોના સામે જીતવા માટે 50 ટકાથી વધુ વેક્સિનેશન જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ વર્તમાન સમયમાં દૈનિક 3 લાખ લોકોની રસી મૂકવામાં આવી રહી છે.આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એમ શું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં કોરોના કેસમાં છેલ્લા દિવસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેનું કામ પૂર્ણ કરનાર રાજ્યમાં ગુજરાત અગ્ર સ્થાન પર છે અન્ય કેટલાક રાજ્યોમાં તો આ પ્રોજેકટનું કામ શરૂ પણ કરવામાં આવ્યું નથી.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ  ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૩૪૦.૩૦ લાખના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ.૩૪૨૮.૭૦ લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૧૧૮૦૦ લાખના ખર્ચે નિર્માણાધીન લાઈટ હાઉસ પ્રોજેક્ટના ૧૧૪૪ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કાર્યોમાં રૂ.૪૩૨ લાખના ખર્ચે એઈમ્સને જોડતા ૩૦ મી. ૪-લેન રોડ અને આ રોડ પર રૂ.૪૮૬ લાખના ખર્ચે તૈયાર થનાર રીવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૬૭૬૩ લાખના ખર્ચે નિર્માણ પામી રહેલ EWS-1, EWS-2, LIG અને  MIG કેટેગરીના કુલ ૬૧૪ આવાસોનો ડ્રો કરવામાં કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ કોર્પોરેટર તથા સંગઠનના હોદેદારઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લોકાર્પણ તથા ખાતમુહૂર્તની વિગત

રાજકોટ મહાનગરપાલિકા લોકાર્પણ:-

ન્યારી ડેમ વાગુદડના રસ્તે બગીચા બાલક્રિડાંગણ૧૯૦.૦૦લાખ,બગીચો – વોર્ડ નં.૩, મહર્ષિ અરવિંદ ટાઉનશીપની સામે૫૬.૦૦લાખ,
કે.કે.વી. ચોક ખાતે નવું બી.આર.ટી.એસ. બસ શેલ્ટર૪૬.૩૦લાખ,વોર્ડ નં.૩ સાધુવાસવાણી કુંજ રોડ પર બગીચો અને બાલક્રિડાંગણ૨૮.૦૦લાખ,ગોંડલ ચોક ખાતે બી.આર.ટી.એસ. બસ શેલ્ટર૨૦.૦૦ મળીને કુલ૩૪૦.૩૦લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

ખાતમુહૂર્ત:-

રાજકોટ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયાધાર ખાતે ૮ એમ.એલ.ડી. ક્ષમતાનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ૧૭૪૫.૦૦લાખ,વોર્ડ નં. ૧૨પુનીતનગર ૨૪ મીટર ડી. પી. રોડનું રીડેવલપમેન્ટરૂ૫૦૩.૦૦લાખ,વોર્ડ નં.૯ રૈયા મુક્તિધામ ખાતે ઈલેક્ટ્રીક અને ગેસ આધારીત ક્રીમેશ ફર્નેશ સીસ્ટમરૂ૪૦૭.૦૦લાખ,વોર્ડ નં.૩ પરસાણાનગર વોકળા પર આર.સી.સી. બોક્ષ કલવર્ટ રૂ.૩૬૫.૦૦લાખ,વોર્ડ નં.૧૪ ગુરૂકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલીટી કંટ્રોલ સેલ માટે નવી લેબોરેટરીરૂ૮૦.૮૦લાખ,વોર્ડ નં.૪ વિનાયક ફ્લેટથી જય નંદનવન સોસાયટી સુધી ૩૦૦ મી.મી. ડી.આઈ. પાઇપલાઇનરૂ૭૦.૦૦લાખ,વોર્ડ નં.૧૮ સાંઇબાબા સર્કલથી માલધારી ફાટક અને ગુલાબનગર રોડ સુધી વરસાદી પાણીની લાઈન,રૂ૫૮.૦૦લાખ,વોર્ડ નં.૧૭ સહકાર મેઇન રોડ પર નવી વોર્ડ ઓફિસ રૂ૪૯.૯૦ લાખ,વોર્ડ નં.૧૮ નારાયણનગર ઈ.એસ.આર.થી ભગતસિંહજી સોસાયટી સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇનરૂ૪૪.૦૦લાખ,વોર્ડ નં.૧૧માં અંબિકાટાઉનશીપ, આર્યશ્રી તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ લાગુ ભૂગર્ભ ગટર લાઈન નેટવર્ક બદલવાનું કામ રૂ૩૯.૦૦લાખ,વોર્ડ નં.૧૧નહેરૂનગર પ્રાઈવેટ શેરી નં.૫ થી ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધી સ્ટ્રોમ વોટર પાઈપ લાઈનરૂ૨૯.૦૦લાખ,વોર્ડ નં.૧ માં રૈયાધાર સ્લમક્વાટર પાછળ વિકસિત વિસ્તારો માટે ૩૦૦ એમ.એમ., ૧૫૦ એમ.એમ. તથા ૧૦૦ એમ.એમ. ડી.આઈ. પાઈપ લાઈનરૂ૨૫.૦૦લાખ,વોર્ડ નં.૧ આલાપ ગ્રીન સીટી પાસે ૩૦૦ એમ.એમ. તથા ૨૦૦ એમ.એમ. ડાયા ડી.આઇ. પાઇપલાઇન
૧૩.૦૦ લાખમળીને કુલરૂ.૩૪૨૮.૭૦ ના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો:-

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટના EWS – 2 પ્રકારના ૧૧૪૪ આવાસોનો ડ્રો
રૂ.૧૧૮૦૦ લાખ ના ડ્રો કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ખાતમુહૂર્ત:-

કન્સ્ટ્રકશન ઓફ ૪ – લેન રોડ ફ્રોમ ખંઢેરી રેલ્વે સ્ટેશન એન્ડ પરાપીપળીયા રોડ ટુ કનેકટીંગ એઇમ્સ હોસ્પિટલ ૩૦.૦૦ મી. ડી.પી. રોડ
૪૩૨.૦૦ લાખ,કન્સ્ટ્રકશન ઓફ રીવર બ્રીજ એટ ૩૦.૦૦ મી. ડી.પી. રોડ ફ્રોમ ખંઢેરી રેલ્વે સ્ટેશન એન્ડ પરાપીપળીયા રોડ ટુ કનેકટીંગ એઈમ્સ હોસ્પિટલ એટ ચે. ૪૨૧ ઈન રૂડા એરિયારૂ.૪૮૬.૦૦ લાખ મળીને કુલરૂ.૯૧૮ લાખના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો
EWS – 1 ના ૧૨૯, EWS – 2 ના ૩૨૭, LIG ના ૧૦૩, MIG ના ૫૫ કુલ ૬૧૪ આવાસોનો ડ્રો રૂ.૬૭૬૩.૦૦ લાખના ડ્રો કરવામાં આવ્યો હતો.