Not Set/ પ્રસાશક પ્રફુલ પટેલની જનવિરોધી નીતિ વિરુદ્ધ સ્થાનિકોના ૧૨ કલાકના પ્રતિક ઉપવાસ

6 જૂનની રાત્રે, કવિરતી દિવના મુજિબ, સાજીદ અને જમ્હારને કોવિડ સંસર્ગનિષેધ નિયમોના ઉલ્લંઘનના આરોપસર  આઈપીસીની કલમ 269 હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આરોપ છે કે ત્રણેય દેખાવોની ઘોષણા કરતા પોસ્ટરો લગાવી રહ્યા હતા અને તેથી તેઓની ધરપકડ કરવામાં આવી છે. 

Top Stories India

લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિકોએ સ્થાનિક વહીવટ સામે આંદોલન શરૂ કર્યું છે. સોમવારે 12 કલાકની ભૂખ હડતાલ  કરી છે. તેઓનો આક્ષેપ છે કે લક્ષદ્વીપ પ્રસાશન અને તેના સંચાલક પ્રફુલ્લ ખોડા પટેલ લોકો વિરોધી નીતિઓ લાગુ કરી રહ્યા છે.

લક્ષદ્વીપના લોકોએ 7 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી 12 કલાક લાંબી ભૂખ હડતાલ શરૂ કરી છે.  આ હડતાલ કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરાયેલા ડ્રાફ્ટ નિયમનના વિરોધમાં યોજાઇ રહી છે. કોવિડ પ્રોટોકોલને પગલે લોકોએ એડમિનિસ્ટ્રેટર પ્રફુલ ખોડા પટેલના નિર્ણયોની નિંદા કરતા સૂત્રોચ્ચાર સાથે માસ્ક પહેરીને અને પોસ્ટરો લગાવ્યા હતા.

એક પરિવારે તેમના બેનર પર લખ્યું, “અમે અમારા સુંદર લક્ષદ્વીપનો ત્યાગ નહીં કરીએ. અમે લોકશાહીને બચાવીશું.”

लक्षद्वीप में 12 घंटे का प्रदर्शन, लोग बोले- ‘न लोकतंत्र, न शांति’

સ્થાનિક ભાજપ નેતાઓ સહિત મોટાભાગના રાજકીય પક્ષો આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે.
7 મી જૂને સવારે 6  થી સાંજના 6 વાગ્યા સુધી દુકાનો રાખવામાં આવી હતી. દરીયાખેડું પણ  દરિયામાં માછીમારી માટે ગયા નાં હતા.  ઉપરાંત, વાહનો પણ રસ્તા ઉપર જોવા મળ્યા નાં હતા.

लक्षद्वीप में 12 घंटे का प्रदर्शन, लोग बोले- ‘न लोकतंत्र, न शांति’

એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું, “જેનાથી શાંતિ ભંગ થાય છે તેને વિકાસ નાં કહી શકાય.  લક્ષદ્વીપનો દરેક વ્યક્તિ અને બાળક તેને બચાવવા મૃત્યુ સુધી લડશે.” અન્ય એક સ્થાનિકે કહ્યું, “અહીંના નેતાઓએ અમને આ ભયંકર પરિસ્થિતિમાં મૂક્યા છે.”

लक्षद्वीप में 12 घंटे का प्रदर्शन, लोग बोले- ‘न लोकतंत्र, न शांति’

કલેકટર અસ્કર અલી સામે એક વ્યક્તિએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “કલેક્ટર અને સંચાલકને પાછા બોલાવવા જોઈએ. લક્ષદ્વીપને તેની  શાંતિ પાછી આવવી જોઈએ.

लक्षद्वीप में 12 घंटे का प्रदर्शन, लोग बोले- ‘न लोकतंत्र, न शांति’
કેરળના પૂર્વ નાણાં પ્રધાન થોમસ આઇઝેકએ ટ્વિટર પર લોકો સાથે એકતા બતાવી. તેમણે લખ્યું, “ઇતિહાસમાં પહેલીવાર, આખા ટાપુ પર દેખાવો થઈ રહ્યા છે.”

लक्षद्वीप में 12 घंटे का प्रदर्शन, लोग बोले- ‘न लोकतंत्र, न शांति’

લક્ષદ્વીપમાં 12 કલાકનું પ્રદર્શન, નિદર્શન પહેલાં ધરપકડ
6 જૂનની રાત્રે, કવિરતી દિવના મુજિબ, સાજીદ અને જમ્હારને કોવિડ સંસર્ગનિષેધ નિયમોના ઉલ્લંઘનના આરોપસર  આઈપીસીની કલમ 269 હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આરોપ છે કે ત્રણેય દેખાવોની ઘોષણા કરતા પોસ્ટરો લગાવી રહ્યા હતા અને તેથી તેઓની ધરપકડ કરવામાં આવી છે.

लक्षद्वीप में 12 घंटे का प्रदर्शन, लोग बोले- ‘न लोकतंत्र, न शांति’

5 જૂને દેશના ટોચના ૯૩ જેટલા રીટાયર્ડ સિવિલ સર્વન્ટ એ સાથે મળી ને  વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પ્રફુલ પટેલના તાજેતરના વિવાદાસ્પદ નિર્ણયોનો વિરોધ કર્યો હતો. બંધારણીય આચાર સમૂહ દ્વારા લખાયેલા આ પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે તેમનો કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ જોડાણ નથી, પરંતુ તેઓ ભારતના બંધારણ પ્રત્યેના ઔચિત્ય અને પ્રતિબદ્ધતામાં વિશ્વાસ રાખે છે.

लक्षद्वीप में 12 घंटे का प्रदर्शन, लोग बोले- ‘न लोकतंत्र, न शांति’

વિવાદાસ્પદ ડ્રાફ્ટ વિરુદ્ધ પત્રમાં લખ્યું હતું, “તે સ્પષ્ટ છે કે આ ડ્રાફ્ટ્સ ઘણા મોટા એજન્ડાનો ભાગ છે, જે આ ટાપુ અને તેની આત્માના હિતની વિરુદ્ધ છે. આ નિર્ણય લક્ષદ્વીપના લોકોની સલાહ લીધા વિના લેવામાં આવ્યા છે.”

लक्षद्वीप में 12 घंटे का प्रदर्शन, लोग बोले- ‘न लोकतंत्र, न शांति’

કેરળ સ્થિત ડો.અશાબી કહે છે, “માછીમારો નારાજ છે કારણ કે તેમના ઉપકરણો  તોડી પાડવામાં આવ્યા છે. તો લોકોને ચિંતા છે કે તેમના મકાનો પણ તોડી પાડવામાં આવશે.  વિદ્યાર્થીઓ પણ નબળા ઇન્તેર કનેક્શન ને લઇ ઓનલાઇન વર્ગોમાં ભાગ લઈ શકતા નથી. લોકશાહી અધિકાર પણ છીનવાઇ ગયા છે.”