Not Set/ કોરોનામાં મૃત્યુ પામેલી માતાની યાદમાં પુત્રએ વાંચો શું કર્યું

માં તે માં બાકી બધા વગડાના વા….આ કહેવતખુબજ સાચી છે કારણકે બાળકને જન્મ આપનારી માતા બાળક માટે સોથી નજીકનું પાત્ર ગણાતી હોય છે. માં બાળકને ઉછેર તો કરેજ છે સાથે સાથે બાળકની દરેક રીતે રક્ષા પણ કરે છે. જે લોકો નસીબદાર છે કે તેમને માતાનો પ્રેમ અત્યારે મળી રહ્યો છે, એનો અર્થ એ નથી કે […]

Gujarat

માં તે માં બાકી બધા વગડાના વા….આ કહેવતખુબજ સાચી છે કારણકે બાળકને જન્મ આપનારી માતા બાળક માટે સોથી નજીકનું પાત્ર ગણાતી હોય છે. માં બાળકને ઉછેર તો કરેજ છે સાથે સાથે બાળકની દરેક રીતે રક્ષા પણ કરે છે. જે લોકો નસીબદાર છે કે તેમને માતાનો પ્રેમ અત્યારે મળી રહ્યો છે, એનો અર્થ એ નથી કે જેમને માતાનો પ્રેમ નથી મળી રહ્યો તે “બદનસીબ” છે, પરંતુ આવા બાળકોની માટે કુદરત છે. આવા બાળકોને ચોક્કસ તેમની માતાની યાદ તો આવતી જ હશે પરંતુ, યાદ કરવાંની સાથે સાથે પોતાના મગજ અને વિચારો ઉપર નિયંત્રણ પણ રાખવું જોઈએ નહિતર ઘણા લોકો પોતાની માતાને ગુમાવ્યા બાદ પોતાના મગજ ઉપર નિયંત્રણ ગુમાવી દેતા હોય છે અને ન કરવાનું કામ કરી બેસતા હોય છે.

 

આવો જ એક બનાવ માળિયા તાલુકાના ભાવપર ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

બનાવની મળતી વિગતો પ્રમાણે ભાવપર ગામની સીમમાં રહેતા હિતેશભાઈ વાઘજીભાઈ પૈજા (ઉ.વ.૩૬) નામના પટેલ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બનાવ મામલે ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી. માળિયા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

 

તો બનાવ મામલે પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાનના માતાનું કોરોનામાં અવસાન થયું હતું અને યુવાન ગુમસુમ રહેતો હતો અને એકલવાયું જીવન જીવતો હોવાથી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું. માળિયા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.