મોહસીન દાલ, પંચમહાલ @મંતવ્ય ન્યૂઝ
હાલોલ તાલુકાના ગરિયાલ ગામ પાસે આવેલ ડેમમાં બપોરના સમયે આ ગામનો હસમુખભાઈ પરમાર નામનો ઈસમ પાણી પીવા ઉતર્યો હતો, તે દરમિયાન એક મહાકાય મગરે તેમના પર હુમલો કરી ડાબો હાથ મોઢામાં પકડી પાણીમાં લઈ ગયો હતો.આ મગરના મોઢામાંથી છૂટવા હસમુખભાઈએ બુમાબુમ કરતા ગામ લોકો દોડી આવ્યા હતા પરંતુ કોઈ કાળે બચાવી ન શકતા આખરે મગર તેમનો ડાબો હાથ ખાઈ જતા હાથ બાવળામાંથી છૂટો થઈ ગયો હતો.
હસમુખભાઈ મહામુસીબતે ડેમમાંથી બહાર , ડાબો હાથ બાવળામાંથી છૂટો થઈ ગયો

જ્યારે હસમુખભાઈ મહામુસીબતે ડેમમાંથી બહાર આવતા ગામ લોકો એ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હસમુખભાઈને વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે અગાઉ પણ આ ડેમમાં રહેલ મગરોએ અવાર નવાર જાનવરોને પણ શિકાર બનાવતા આસપાસના ગામ લોકોમાં ભયનો માહૌલ ફેલાયો છે.

