સમગ્ર દેશમાં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી.જેમાં અનેક લોકો કોરોના સંકારમિત થયા છે .અને મૃત્યુ પણ ઘણા લોકોના થતા જોવા મળ્યા જેમાં ઓડીશામાં જેલમાં રહેતા 113 કેદીઓમાંથી 70 કેદીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઓડિશાની ગુનુપુર જેલના 5 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે .જેલના અધિક્ષક કામશી પ્રસાદ પાટીએ આ માહિતી આપી છે. જેલ અધિક્ષકે જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ કેદીઓ અન્ય કેદીઓથી અલગ થઈ ગયા છે અને જેલ પરિસર પણ સ્વચ્છતા કરવામાં આવી છે.
રાજ્યના જેલના હેડક્વાર્ટર દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ, મે 2021 ના મહિનામાં રાજ્યમાં 816 કેદીઓ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 26 મે સુધી 658 કેદીઓને નીચલી અદાલતોની મંજૂરીથી વધારે ભીડની જેલમાંથી બદલી કરવામાં આવી છે, એમ આંકડા દર્શાવે છે.
