ટીવી શો/ ઇન્ડિયન આઇડોલને ફરીવાર હોસ્ટ કરવાની મીની માથુરે કર્યો ઇનકાર

ટીવી શો ઇન્ડિયન આઇડોલ શો હોસ્ટ કરવાની મનાઇ કરી મીની માથુરે

Entertainment

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ શો ઘણા વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરે છે. આ શો ની લોકપ્રિયતા સવિશેષ છે. આ પ્લેટફોર્મ ઘણા ઉભરતા કલાકારોને એક અલગ ઓળખ આપે છે. 2004માં આ શો ની શરૂઆત થઇ હતી.  આ શો 17 વર્ષ બાદ પણ દર્શકોનો લોકપ્રિય છે . 2004 અને 2005 માં, ‘ઇન્ડિયન આઇડોલ’ ની મીની માથુર અને અમન વર્મા દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું. બાદમાં પ્રખ્યાત ટીવી એક્ટર હુસેન વર્ષ 2007 અને 2012 માં મીની માથુર સાથે દેખાયો. પરંતુ આ પછી મીનીએ પોતાને સંપૂર્ણ રીતે શોથી દૂર થઇ ગઇ હતી  અને હવે મીની કહે છે કે તે ક્યારેય ઇન્ડિયન આઇડોલનું હોસ્ટ કરશે નહીં.

મીની તાજેતરમાં તેના પ્રશંસકો સાથે મને  કંઈપણ પુછો ખેલી રહી હતી એ સમય દરમિયાન તેમના એક પ્રશંસકે તેમને પૂછ્યું કે ‘જો તમને તક મળે તો હવે તમે ઈન્ડિયન આઇડોલને હોસ્ટ કરશો’? આ સવાલના જવાબમાં મીનીએ ઈન્ડિયન આઇડોલના દિવસોની એક ફોટો શેર કરીને  લખ્યું, ‘મેં તેને જન્મ આપ્યો, તેને મોટો કર્યો  અને પછી તેને ઉડાન માટે છોડી દીધો. હવે હું આ ફરીથી સંભાળી શકતી નથી. ઉલ્લેખનીય છે કે  મીની ઘણા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. પરંતુ આજે પણ તેની ફેન ફોલોવિંગ ઓછી નથી.