બોલીવુડ ટોચના એકટરોમાંના એક એવા સલમાન ખાનની અનેક ફિલ્મો સુપરહિટ સાબિત થઇ ચુકી છે અને આ ફિલ્મોમાં કામ કરવા માટે પણ અભિનેતાઓ નજરે પડતા હોય છે, ત્યારે હવે એકટર ટાઈગર શ્રોફના પિતા અને એક્ટર જૅકી શ્રોફ સલમાનની વધુ એક ફિલ્મમાં જોવા મળશે
જેકી શ્રોફ એમની સાથે આગામી ફિલ્મ ‘રાધે: યૉર મોસ્ટવૉન્ટેડ ભાઈ’ માં એક વરિષ્ઠ અધિકારીની ભૂમિકામાં નજર આવશે. આ પહેલા જૅકી શ્રોફ ‘ભારત’માં સલમાન ખાન ના પિતાનો રોલ ભજવ્યો હતો.
એક રિપોર્ટ મુજબ, ફિલ્મ ‘રાધે: યૉર મોસ્ટવૉન્ટેડ ભાઈ’ માં સલમાન ખાન, જૅકા શ્રોફની સલાહ લેતા જોવા મળશે. બન્નેએ સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમિયાનની એક તસવીર શૅર કરી છે, જેમાં બન્ને ઘણા ખુશ નજર આવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મના કેટલાક ભાગો કોરોના વાઈરસ લૉકડાઉનના બાદ શૂટ કરવામાં આવ્યા છે.
https://www.instagram.com/p/CGUhhaxj7SO/?utm_source=ig_web_copy_link
થોડા દિવસ પહેલા સલમાન ખાનની ફિલ્મનું છેલ્લું બાકીનું શેડ્યૂલ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મની શૂટિંગ પૂર્ણ થવાની જાણકારી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા શૅર કરી છે. આ ફિલ્મ પ્રભુદેવ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે અને ‘રાધે: યૉર મોસ્ટવૉન્ટેડ ભાઈ’માં સલમાન ખાન સાથે દિશા પટની, રણદીપ હૂડ્ડા અને ઝરીના વહાબ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આપને જણાવી દઈએ કે, વર્ષ 2010માં સલમાન ખાન અને જેકી શ્રોફે ફિલ્મ ‘વીર’માં સાથે કામ કર્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
