રાજકોટ ગ્રામ્ય પ્રજામાં રસીકરણ અંગે જાગૃતિ લાવવા અને રસી લેવા માટેની સમજણ આપવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક સંગઠનો સાથે મિટિંગ કરવામાં આવી હતી. અને લોકોને સમજાવવા ઉદ્યોગકારોને આ જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાબતે તમામ ઔદ્યોગિક સંગઠનના આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપી હતી.શહેરમાં કોરોના પર નિયંત્રણ મેળવવામાં તંત્ર દ્વારા બહુવિધ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.જેના કારણે ખૂણાનો આંકડો છેલ્લા કેટલાક દિવસથી કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ રસીકરણનો આંકડો જોઈએ તેટલો વધારવામાં તંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની અંદર ખોટી માન્યતા અને રસીને લઈ ડર અનુભવાતો હોવાનું તંત્ર ના ધ્યાનમાં આ આવ્યું હતું. તંત્ર દ્વારા લોક ભાગીદારી વિના આ કામ શક્ય ન હોયતેને દૂર કરવા અને જાગૃતિ લાવવા માટે કલેક્ટરે આ જવાબદારી ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક સંગઠનોને સોંપી છે.આ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગામડાઓની પ્રજા GIDCમાં આવેલા સિરામીક યુનિટોમાં કામ કરવા જતી હોય છે.જેના પગલેરાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સંભવિત ત્રીજી લહેર સામે આગોતરૂ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
હાલ ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોનાની રસી લેતા ભય અનુભવી રહ્યાં છે. જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણની ગતિ એકદમ મંદ છે.પરંતુ હાલ ઉપયોગી એકમોએ જે રીતે તૈયારી બતાવી છે તે જોતા નજીકના ભવિષ્યમાં આ બાબતમાં પણ તંત્રને સકારાત્મક પરિણામની આશા છે.જાગૃતિ લાવવા માટે કલેક્ટર દ્વારા મનોવિજ્ઞાન ભવનની 50 લોકોની ટીમ પણ ગ્રામ્ય વિસ્તારમાં ઉતારવામાં આવી હતીમનોવિજ્ઞાન ભવને કરેલા સર્વેમાં ચોકાવનારા તારણો આવ્યાં હતા. જેમાં મહિલાઓમાં જાણવા મળ્યું હતું કે રસી લેવાથી ગર્ભ રહેતો નથી. લોકો વહેલા મરી જાય છે, અન્ય એક ભાઈએ કહ્યું હતું કે, તેને માનતા રાખી છે.

