ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર હંમેશાં ટ્વિટર પર પોતાના મંતવ્યોને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર માંજરેકર પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને વિવિધ દાવાઓને લઇને ચર્ચામાં રહે છે. દરમિયાન સંજય માંજરેકર સોશિયલ મીડિયાનાં કારણે એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે. તાજેતરમાં માંજરેકરની ચેટ લીક થઈ છે. જેમાં તે ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાની મજાક ઉડાવી રહ્યો છે.

ક્રિકેટ ન્યૂઝ / ભારત વિરુદ્ધ ચાલાકી પાક.ને પડી ભારે, પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનું પાકિસ્તાનમાં નહી થાય પ્રસારણ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર સંજય માંજરેકર આ દિવસોમાં બોલર રવિચંદ્રન અશ્વિન પર કટાક્ષને લઇને ચર્ચામાં આવ્યા છે. આ દરમિયાન સંજય માંજકરકરની એક ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ચેટમાં તેમણે ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની મજાક ઉડાવી છે. જેમા તેમણે લખ્યુ છે કે, રવિન્દ્ર જાડેજાને અંગ્રેજી આવડતી નથી. હવે તેમની આ ચેટ વાયરલ થઈ રહી છે. આ ચેટને સૂર્યનારાયણ નામનાં યુઝરે તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જણાવી દઇએ કે, સૂર્યનારાયણે રવિચંદ્રન અશ્વિન અને માંજરેકર વચ્ચે ચાલી રહેલા ઝગડા અંગે ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, સંજય માંજરેકર ફક્ત અર્થ વિહિન વાતો દ્વારા હેડલાઇન્સમાં રહેવા માંગે છે.
I didn’t want to share this personal chat in public, even though it’s full to shit. But couldn’t help, coz ppl need to know this side of this man. @imjadeja would be proud of what he did to prove you wrong. @BCCI is this the kind of man you would want in your com panel in future? pic.twitter.com/AUjX301Foz
— soorya narayanan (@soorya_214) June 7, 2021
વળી, યુઝરે ટ્વીટમાં લખ્યું છે કે રવિચંદ્રન અશ્વિનની તુલનામાં માંજરેકર 10 ટકા પણ નથી. વળી તેણે માંજરેકરને એક ખેલાડી તરીકે પણ નકામા ગણાવ્યા છે. યુઝરનો દાવો છે કે આ પછી સંજય માંજરેકરે તેને એક અંગત સંદેશ મોકલીને જવાબ આપ્યો હતો અને લખ્યું હતું કે, ‘તમે પણ મારા વિશે કંઇ કહી શકો નહી કારણ કે તમે મારા 1 ટકા પણ નથી. આ પછી, જવાબમાં, યુઝરે ટીમ ઈંન્ડિયાનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું ઉદાહરણ માંજરેકરને આપ્યું. જેમા યુઝરે સંજય માંજરેકરને તે હકીકતની યાદ અપાવી હતી કે, જ્યારે જાડેજાએ માંજરેકરને ઠપકો આપ્યો હતો.

ક્રિકેટ ન્યૂઝ / ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ દરમ્યાન એક શખ્સે કર્યુ કઇંક એવુ, ખેલાડી પણ ન રોકી શક્યા હસી
આ બાબતે માંજરેકર ગુસ્સે થયા હતા અને જાડેજા વિશે લખતી વખતે તેમણે યુઝરને જવાબ આપ્યો કે, તમે મારા પાસેથી આશા રાખો છો કે હુ પણ તમારી જેમ ખેલાડીઓની પૂજા કરીશ. તેમણે કહ્યું કે તે એક એનાલિસ્ટ છે કોઇ ચાહક નથી. વળી તેમણે જાડેજા વિશે લખ્યું હતું કે, રવિન્દ્ર જાડેજાને અંગ્રેજી આવડતું નથી, તેથી મેં તેમને કહ્યું (બીટ્સ એન્ડ પીસ ક્રિકેટર) તેનો અર્થ પણ તે જાણતો ન હતો અને કોઈએ તેને વર્બલ ડાયરિયા શબ્દનો અર્થ પણ જણાવ્યો હશે. આ પછી યુઝરે આ ટ્વિટર એકાઉન્ટ પર આ પર્સનલ ચેટનાં સ્ક્રીનશોટ શેર કર્યા છે. જો કે આ મામલે માંજરેકરની તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
નોંધ- મંતવ્ય ન્યૂઝ આ યૂઝરની લીક કરેલી પોસ્ટની પુષ્ટી કરતુ નથી.

