લિજેન્ડરી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ટેબલ પર રહેલી કોકા-કોલાની બે બોટલો હટાવી દીધી હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ કર્યા પછી ઘણી ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી પણ આવી જ સ્થિતિમાં જોવા મળ્યો હતો.
WTC ફાઈનલ / માઇકલ વોનનો કટાક્ષ, કહ્યુ- વરસાદે ટીમ ઈન્ડિયાને હારથી બચાવ્યુ, જાણો પછી શું થયુ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ પહેલા વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધન કર્યું હતું. આ દરમ્યાન રોનાલ્ડોનાં કોન્ફરન્સ ટેબલની જેમ કોકા-કોલાની બોટલો પણ વિરાટ કોહલીનાં ટેબલ પર રાખવામાં આવી હતી, પરંતુ ભારતીય કેપ્ટને તે બોટલને હટાવી ન હોતી. વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને હવે લોકો તેની ટેબલ પરથી બોટલ ન હટાવવા બદલ તેની ટીકા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, વિરાટ કોહલી રોનાલ્ડોનો મોટો ચાહક છે અને તે ઘણા પ્રસંગોએ ફૂટબોલરની પ્રશંસા કરતા પણ જોવા મળ્યો છે.
Very disappointed that Virat Kohli didn't remove the Coke bottles from his table and say "paani piyo re" during the presser #WTCFinal pic.twitter.com/sqNWlga8ES
— Sohil Nikam (@sohilnikam) June 17, 2021
Kohli is a fake Ronaldo fanboy because he still hasn't moved those coke bottles infront of him.
— ⚔️ ☬ (@ThatGuyJSR) June 17, 2021
પ્રથમ ટેસ્ટ / ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક
વિરાટ કોહલીએ ભલે કોકની બોટલો હટાવી ન હોય, પરંતુ ટીમ ઈન્ડિયાનાં ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે રોનાલ્ડો પર કટાક્ષ કરવાની તક જવા દીધી નહીં. જ્યારે શ્રીધર પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા ત્યારે કોકા કોલાની બોટલો તેમના ટેબલ પર રાખવામાં આવી હતી. ભારતનાં ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, શું હું તેને હટાવી દઉ? જો હું તેને દૂર કરું તો શું કિંમત હશે? ” આ સિવાય આર શ્રીધર તે કહેતા જોવા મળ્યા હતા કે શું મારા માટે પણ કોકાકોલાની બોટલો રાખવામાં આવી છે. વિરાટ કોહલીની જેમ આર શ્રીધરનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, WTC ની ફાઈનલ મેચનો પહેલા દિવસ વરસાદની ભેટ ચઢી ચુક્યો છે. બીજી બાજુ, જો આપણે બીજા દિવસની રમતની વાત કરીએ, તો બીજા દિવસની રમત તેના નિર્ધારિત સમય અનુસાર ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે શરૂ થઇ હતી.
Kohli was right absolutely. Umpire haven't given out so why they went for checking catch. ??@ICC @BCCI #WTCFinal2021#INDvNZ #TeamIndia pic.twitter.com/8vgzZdBCUB
— Abhishek Awasthi (@abhiawasthi40) June 19, 2021
WTC ફાઈનલ / ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ દિવસના ટેસ્ટને વરસાદનું વિઘ્ન : મેદાનમાં પાણી ભરાતા મેચ રમાયો નહીં
ઉલ્લેખનીય છે કે, ઈંનિંગની 41 મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટની અપીલ અમ્પાયરે નકારી કાઢી હતી. બોલ્ટ અને કિવિ ટીમને વિશ્વાસ હતો કે લેગ સાઇડ તરફ જતો બોલ કોહલીનાં બેટને સ્પર્શ કરી વિકેટકીપરનાં ગ્લબ્સ સુધી પહોંચ્યો છે. કેપ્ટન કેન વિલિયમસન ડીઆરએસ લેવાનો વિચાર કરી રહ્યો હતો પરંતુ ટાઇમ આઉટ થઇ ગયો હતો. દરમ્યાન એમ્પાયર રિચાર્ડ ઈલિંગવર્થ પોતાના સાથી એમ્પાયર માઇકલ ગોફ સાથે વાત કર્યા પછી રિવ્યૂ લઇ લીધો. રિવ્યૂમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું હતું કે બેટનો બોલ સાથે કોઈ સંપર્ક થયો નથી. આ દરમ્યાન વિરાટ કોહલીને લાગ્યું કે, જ્યારે ન્યુઝીલેન્ડે રિવ્યુ લીધો નથી, તો પછી થર્ડ એમ્પાયર તરફ જવુ કેમ પડે. બાદમાં કોહલી પણ એમ્પાયર સાથે વાત કરતા જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ સહિતનાં ઘણા યુઝર્સે ટ્વિટર પર એમ્પાયરોને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતુ.
#WTC2021 Kohli
DRS not taken but umpire referral was for what?
So many questions? pic.twitter.com/MqJGBkBgS3
— Author (@how_humans) June 19, 2021
આ સમગ્ર ઘટના બાદ ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ અને ફેન્સ પણ ભારે ગુસ્સે થયા હતા. મેદાનમાં આ ગરમા ગરમીનો માહોલ ઘણા સમય સુધી ચાલ્યા બાદ મેચ ફરી શરૂ કરવામાં આવી હતી.


