Not Set/ હીરાસર એરપોર્ટનો રન-વે આ મહિનામાં થશે તૈયાર, આવતા વર્ષના અંતે ટ્રાયલ

રાજકોટ મુખ્યમંત્રી રૂપાણીનું હોમ ટાઉન તેમજ કર્મભૂમિ છે. સમગ્ર રાજ્યના વિવિધ શહેરો સહિત રાજકોટ ના વિકાસ માટે મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે.મુખ્યમંત્રીએ  તમામ વિકાસ પ્રોજેક્ટ માટે અચાનક જ કલેક્ટર,

Gujarat Rajkot

રાજકોટ મુખ્યમંત્રી રૂપાણીનું હોમટાઉન તેમજ કર્મભૂમિ છે. સમગ્ર રાજ્યના વિવિધ શહેરો સહિત રાજકોટ ના વિકાસ માટે મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે.મુખ્યમંત્રીએ  તમામ વિકાસ પ્રોજેક્ટ માટે અચાનક જ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટે. કમિટી ચેરમેન તેમજ શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ અગ્રણીઓને તેડાવી રિવ્યૂ કર્યો હતો.રાજકોટના વિવિધ પ્રોજેક્ટ સાથે હીરાસર એરપોર્ટ પ્રોજેક્ટ અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ હતી.

Greenfield airport at Hirasar | Rajkot new airport location | Times of  India Travel

કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે પોત પોતાના હિસ્સામાં આવતા પ્રોજેક્ટની માહિતી પ્રેઝન્ટેશન મારફત આપી હતી અને બધા પ્રોજેક્ટ નિયત સમયમાં જ ચાલી રહ્યા છે અને હવે કોરોના બાદ વધુ ઝડપી બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે તેવી ધરપત મુખ્યમંત્રીને આપી છે.રાજકોટમાં સ્માર્ટ સિટી, અટલ સરોવર, સાયન્સ મ્યુઝિયમ, મેડિસિટી, એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, અર્બન ફોરેસ્ટ, આજી રિવરફ્રન્ટ સહિતના મહત્ત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

18 Bidders for Rajkot Airport's Terminal Contract at Hirasar - The Metro  Rail Guy

મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના રન-વેનું 70 ટકા કામ થઈ ગયું છે. હવે બોક્સ કલ્વર્ટ બનાવી નદી પર રન-વે બનશે. સમગ્ર રન-વે ફેબ્રુઆરી 2022 સુધીમાં તૈયાર કરવાની ડેડલાઇન છે. ત્યારબાદ ટર્મિનલ બિલ્ડિંગનું કામ ચાલુ થશે અને 2022ના અંતમાં ટ્રાયલ થશે અને 2023ના મધ્ય સુધીમાં ઓપરેશનલ થઈ જાય તેવી તૈયારી છે.મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓને ઝડપથી કામ કરવાની સૂચના આપ્યા બાદ મેયર, સ્ટે. કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓને જે કામો થઈ રહ્યા છે તેમાં સમયાંતરે મુલાકાત લઈને અધિકારીઓ સાથે સંકલન રાખી ઝડપથી કામ પૂરા થાય તે માટે મદદ કરવા સૂચના આપી હતી.