સોશિયલ મીડીયા પર ફેમસ થવા માટે આજકાલના યુવાનો કંઈ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. ફેમસ થવા માટે એવા પગલા ભરતા હોય છે જેના કારણે તેમનો જીવ પણ જોખમમાં મુકાય જાય છે એન ક્યારેક તો કેટલાક લોકો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આવામાં આવો જ એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જેમાં જામનગર સાંઢીયા પુલ પાસે રેલ્વે ટ્રેક પર ફોટોગ્રાફી કરતી વેળાએ અચાનક ટ્રેન આવી જતાં ટ્રેક પર સ્કુટી મુકીને યુવકો ભાગી છુટતા મહામુસીબતે બચાવ થયો હતો.
આપને જણાવી દઈએ કે, યુવાન દ્વારા ટ્રેક પર સ્કુટી રાખવામાં આવી હતી અને ફોટોગ્રાફી કરતા હતા, એ વખતે અચાનક ટ્રેન આવી જતાં યુવાન મુશ્કેલીમાં મુકાયો હતો, ટ્રેક પરથી સ્કુટી હટાવી નહીં શકે, ટ્રેન આવી જતાં સ્કુટીને હડફેટી લીધી હતી, જો કે યુવાન સમય સૂચકતા વાપરીને ટ્રેકની બહાર નીકળી જતાં બચાવ થયો હતો. તાજેતરમાં ફોટોગ્રાફી અને સોશ્યલ મીડીયાને લઇને લોકોના અખતરા જીવને જોખમે મૂકી શકે છે, માટે સાવચેતી રાખવી જરી છે.
https://twitter.com/mantavyanews/status/1402942904243417089?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1402942904243417089%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fmantavyanews2Fstatus2F1402942904243417089widget%3DTweet
હાલ આ સમગ્ર ઘટના અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જોકે, સવાલ એ થાય છેકે, યુવાનો આવું ગાંડપણ શા માટે કરે છે. આ પ્રકારની હરકત આવા શોખને કારણે તેમનો અને બીજા લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
