રેકોર્ડ/ ગુજરાત માં જ નહિ પરંતુ ભારતમાં પહેલીવાર 20 દિવસમાં તૈયાર થયો ઓવરબ્રિજ

રાજય માં જ  નહી પરંતુ સમગ્ર  દેશમાં પહેલીવાર  ફક્ત  જ 20 દિવસમાં કોઈ ઓવરબ્રીજ પૂર્ણ કરવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ રેકોર્ડ ગુજરાતના વલસાડમાં  બન્યો છે. જેમાં  રોડ ઓવરબ્રીજનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. , આ ઉપરાંત બાકીનું બધું કામ  22 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પ્રોજેક્ટની અંદાજીત કિંમત રૂ.4.5 કરોડ છે. […]

Gujarat

રાજય માં જ  નહી પરંતુ સમગ્ર  દેશમાં પહેલીવાર  ફક્ત  જ 20 દિવસમાં કોઈ ઓવરબ્રીજ પૂર્ણ કરવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ રેકોર્ડ ગુજરાતના વલસાડમાં  બન્યો છે. જેમાં  રોડ ઓવરબ્રીજનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. , આ ઉપરાંત બાકીનું બધું કામ  22 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પ્રોજેક્ટની અંદાજીત કિંમત રૂ.4.5 કરોડ છે.

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ચીફ જનરલ મેનેજર શ્યામસિંહે આ અંગે માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, “એક અઠવાડિયામાં આશરે 75 ટકા ઓવરબ્રીજનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઓવરબ્રીજનું નિર્માણ 2જી જૂને શરૂ થયું હતું અને અમને વિશ્વાસ છે કે, અમે તેનું બાંધકામ 20 દિવસમાં પૂર્ણ કરીશું. સરકારે 20 દિવસ સુધી ટ્રાફિક બ્લોક કરવાની મંજૂરી આપી હતી.

બાંધકામના કામમાં વેગ લાવવાનો નિર્ણય પણ મહામારી વચ્ચે બાંધકામની કામગીરીમાં સતત આવી રહેલા વિક્ષેપોના કારણે લેવામાં આવ્યો હતો. એમા પશ્ચિમ ડીએફસીના વૈતરના-સચિન વિભાગમાં પણ કામને અસર થઈ. જ્યાં એક અંતરાયનો સામનો કરવો પડ્યો. રહી હતી, જ્યાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ શહેર નજીક આરઓબીને પાર કરવું મુશ્કેલ હતું.