સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં 22 વર્ષીય ગ્રીસનાં સ્ટેફાનોસ સિત્સિપાસને હરાવીને પોતાનું બીજું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું છે. વિશ્વનો નંબર વન ખેલાડી નોવાક જોકોવિચે બે સેટમાં પાછળ રહ્યા બાદ જોરદાર વાપસી કરતા રવિવારે અહી યૂનાનનાં સ્ટેફાનોસ સિત્સિપાસને પાંચ સેટ સુધી ચાલેલા ફાઇનલમાં હરાવીને ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની પુરૂષ સિંગલ્સ અને કુલ 19 મો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યુ. પાંચમા ક્રમાંકિત સિતસિપાસે પ્રથમ બે સેટ 7-6, 6-2 થી જીતીને સારી શરૂઆત કરી હતી, પરંતુ ટોચનાં ક્રમાંકિત જોકોવિચે તે પછીનાં બે સેટ 6-3, 6-2થી જીત્યા અને મેચને પાંચમાં અને નિર્ણાયક સેટમાં ખેંચી લીધો.

ક્રિકેટ ન્યૂઝ / ધોનીએ લગાવી ઘોડા સાથે રેસ, વીડિયોમાં જોવા મળ્યો માહીનો ફૂર્તીલો અંદાજ
નિર્ણાયક સેટમાં, જોકોવિચે ત્રીજી રમતમાં સિત્સિપાસની સર્વિસ તોડીને લીડ બનાવી લીધી અને ત્યારબાદ તેને અંત સુધી રાખતા 6-4 થી સેટ પોતાના નામે કરતા મેચ અને ટાઇટલ જીતી લીધો. જોકોવિચની પાસે પાંચમી રમતમાં પણ ગ્રીક ખેલાડીની સર્વિસ તોડવાની તક હતી પરંતુ તે ચૂકી ગયો. ત્યારબાદ સર્બિયન ખેલાડીએ 10મી રમતમાં પોતાની સર્વિસ જાળવી રાખતા જીત નોંધાવી. જોકોવિચે સિત્સિપાસનું યૂનાનનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનવાનું સપનું પણ તોડી દીધુ. જોકોવિચ હવે રોજર ફેડરર અને રાફેલ નડાલનાં રેકોર્ડ 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની બરોબરીથી માત્ર એક પગથિયુ દૂર છે. 22 વર્ષીય સિત્સિપાસને પીઠનાં દુખાવાનાં કારણે ત્રીજા સેટ પછી તેના ટ્રેનર પાસેથી કોર્ટ પર સારવાર લેવી પડી હતી. જોકોવિચ અગાઉ તેની કારકિર્દીમાં પાંચ વખત પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ પણ જીતવામાં સફળ રહ્યો છે. આ મેચ પહેલા પાંચ સેટ સુધી ચાલતા મુકાબલામાં સર્બિયન ખેલાડીએ 34 વખત જીત નોંધાવી હતી, જ્યારે તેને 10 વાર પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ઈજાગ્રસ્ત / ફીલ્ડિંગ દરમ્યાન સાથી ખેલાડી સાથે ફાફ ડુપ્લેસિસની થઇ ટક્કર, ઈજાનાં કારણે હોસ્પિટલમાં દાખલ
સેમિફાઇનલમાં એક અન્ય દિગ્ગજ ખેલાડી અને રફાલ નડાલને હરાવનાર જોકેવિચ 29 મી વખત ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં રમી રહ્યો હતો, જ્યારે યૂનાનનો ખેલાડી પહેલીવાર કોઇ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકોવિચની શરૂઆત સારી કરી હતી અને તેની પાસે પહેલા સેટમાં પોતાની સર્વિસ પર જીત નોંધાવવાની તક હતી પરંતુ તે પછી તેણે આવતા નવમાંથી આઠ પોઇન્ટ ગુમાવી દીધા અને ટાઈબ્રેકરમાં પણ 0-4 થી પાછળ રહ્યો, જે પછી સિત્સિપાસને પહેલો સેટ જીતવામાં કોઇ મુશ્કેલી નહોતી થઇ. સિતસિપાસે બીજા સેટમાં બે વખત જોકોવિચની સર્વિસ તોડીને 2-0 ની મહત્વપૂર્ણ લીડ બનાવી પણ સર્બિયન ખેલાડી તે પછીનાં બે સેટ આસાનીથી જીતીને સ્કોર 2-2 બરોબર કરવામાં સફળ રહ્યો.

